ગાંધીધામથી હરિદ્વાર ટ્રેનને સાંતલપુર અને રાધનપુર સ્ટોપેજ અપાતા 10 હજારથી વધુ લોકોને થસે ફાયદો

0
0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર,સાંતલપુર અને સમી તાલુકાના લોકોને મળશે લાભ,વિસ્તારના લોકોમાં આનંદ

ગાંધીધામથી હરિદ્વાર ટ્રેનને સાંતલપુર અને રાધનપુર સ્ટોપેજ અપાતા 10 હજારથી વધુ લોકોને ફાયદો થશે રેલ્વે વિભાગ દ્વારા ગાંધીધામ -હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાતાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દિલ્હીમાં રહેતાં દસ હજારથી વધુ લોકોને ફાયદો થશે.આ ઉપરાંત અજમેર શરીફ, હરિદ્વાર તેમજ ધાર્મિક પ્રસંગોએ જતાં શ્રદ્ધાળુઓને પણ આ ટ્રેન શરુ થતાં મોટા ભાગે લાભ મળશે.

ગાંધીધામથી હરિદ્વાર ટ્રેન ભચાઉ, સામખિયાળી, આડેસર, સાંતલપુર, રાધનપુર, દિયોદર, ભીલડી અને ધાનેરા સહિતના સ્ટોપજ આપવામાં આવ્યા છે. જેનો સૌથી મોટો લાભ પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દસ હજારથી વધુ લોકો દિલ્હીમાં ધંધાર્થે સ્થાયી થયેલા છે એમને થશે. આ ત્રણેય તાલુકાના લોકો દિલ્હીમાં જહાંગીરપુરી, આદર્શનગર, ભીષ્મ કોલોની તેમજ અન્ય વિસ્તારોમાં સ્થાયી થયેલા છે. આ લોકોને સમાજિક કે ધાર્મિક પ્રસંગે અવર-જવર કરવી પડતી હોઈ અગવડ પડતી હતી.જે આ ટ્રેન શરુ થતાં પૂરેપૂરી સગવડ મળી રહેશે.

રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર દ્વારા આ બાબતે રેલવે મંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ-હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત ગાંધીધામ-પાલનપુર ઇન્ટરસીટી ટ્રેનને પણ ભુજ-અજમેર કરવામાં આવી હોવાથી તેનો લાભ પણ લોકોને મળશે.3 તાલુકાના લોકોને વધુ સગવડ મળશે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ પાટણ જિલ્લા નાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દસ હજારથી વધુ લોકો દિલ્હીમાં ધંધાર્થે સ્થાયી થયાં છે એમને સગવડ મળશે. આ ઉપરાંત તર્પણ વિધિ કરવા માટે હરિદ્વાર જતાં અને અજમેર શરીફ જતાં મુસ્લિમ શ્રદ્ધાળુઓને લાભ મળી રહેશે. જેને લઇને ટ્રેન શરુ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here