ગાંગડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિન મહાઅભિયાન પ્રારંભ ના ભાગરૂપે રસીકરણનો કાર્યક્રમ યોજાયો
કોરોના વેક્સિન ”મહા અભિયાન” પ્રારંભ ના ભાગરૂપે બાવળા તાલુકા ના ગાંગડ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગાંગડ પ્રાથમિક શાળામાં રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાવળા તાલુકા પંચાયત સદસ્ય સિધ્ધરાજ સિંહ સોઢા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, અમદાવાદ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઓઘડભાઈ પગી તેમજ મેડીકલ ઓફિસર ડો. સંધ્યાબેન રાઠોડ, ડો. લલીતભાઈ શાહ તથા phc સ્ટાફ સહિત ગામના લોકોએ હાજરી આપી હતી.
રીપોર્ટ:- સહદેવસિંહ સિસોદિયા
બાવળા