ગણેશ ઉત્સવ નું મહત્વ પરિવારની ભાવનાને ઉજાગર કરવાનું રહેલુ છે..

0
5

પાટણની ગણેશ વાડી ખાતે ગજાનન મંડળ દ્વારા 144 મોં સાવૅજનિક ગણેશ ઉત્સવની ઉજવણી કરાશે.ગણેશ વાડી ખાતે આયોજિત સાવૅજનિક ગણેશ ઉત્સવ ની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી..પાટણ તા.9પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ઉત્સવની ગણેશ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશ વાડી ખાતે પણ ગજાનન મંડળ દ્વારા 144 માં સાવૅજનિક ગણેશ ઉત્સવ ની તૈયારીઓ આરંભવામાં આવી છે. પાટણ ખાતે છેલ્લા 144 વષૅ ની પરંપરા અનુસાર ઉજવાતા સાવૅજનિક ગણેશ ઉત્સવની ઉજવણી અને તેની પાછળ રહેલા ઉદ્દેશ ને જોવા જઈએ તો પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં વષૅ 1878 માં સૌ પ્રથમ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પાટણના નગરજનોને સાથે રાખી ગજાનન મંડળ ના નેજા હેઠળ સાવૅજનિક ગણેશ ઉત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી.શરૂઆત નાં ત્રણ ચાર વર્ષ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા રામજી મંદિર ની સામે મરાઠી સ્કુલ હતી તેમાં ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ બે ચાર વર્ષ રામજી મંદિર ખાતે અને ત્યારબાદ બાદ આજ વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિર ખાતે સાવૅજનિક ગણેશ ઉત્સવ ગજાનન મંડળ દ્વારા માટી માંથી તૈયાર કરવામાં આવેલ ગણેશજીની સ્થાપના કરી સાવૅજનિક ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારબાદ ગજાનન મંડળને ભદ્વ વિસ્તારમાં જ પોતાની જગ્યા મળતા ગણેશવાડી ની સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી ગણેશ વાડી ખાતે સાવૅજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.સાવૅજનિક ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનો મૂળ ઉદ્દેશ પરિવાર નાં સૌ એક જ જગ્યાએ ઉપસ્થિત રહી પરિવારની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરે તે રહેલ હોવાની સાથે સાથે સમગ્ર ભારતભરમાં ગણેશ ઉત્સવ ની શરૂઆત પાછળ સમાયેલી માન્યતા મુજબ એક વખત ગણેશજી પોતાની માતા થી રિસાઈ ને ઘર છોડીને જતાં રહેલા ત્યારે ગણેશજી મનાવવા ગૌરીજી તિથી પ્રમાણે આવતા લોકો આનંદિત થઈ તેઓને આવકાર્યા હતા ત્યારથી મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે ઘરે ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે તો કેટલાક પરિવારજનો ગૌરીજી ની સ્થાપના પણ કરતા હોય છે આ ગણેશ ઉત્સવ દોઢ દિવસ કે ત્રણ દિવસ કે પછી પાંચ દિવસ સુધી ઉજવવામાં આવતો હોય છે.પાટણ શહેર નાં ભદ્ર વિસ્તારમાં 144 વષૅ પૂર્વ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ સાવૅજનિક ગણેશ ઉત્સવ આજની તારીખે પણ ભદ્ર ખાતે ની ગણેશ વાડી માં પાટણ શહેરના નગરજનો નાં સુદર સાથ સહકારથી ગણેશ ચતુર્થી નાં પાવન દિવસ થી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ચાલુ સાલે પણ ગણેશ વાડી ખાતે ગજાનન મંડળ દ્વારા 144 માં સાવૅજનિક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે અને આ ઉત્સવને યાદગાર બનાવવા હાલમાં ગજાનન વાડી ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું મહારાષ્ટ્રીયન પરિવારના મહિલા અગ્રણી અને જાણીતા એડવોકેટ કુ.સંધ્યાબેન પ્રધાને જણાવ્યું હતું.બોકસ..પાટણ શહેર માં ગજાનન મંડળ દ્વારા ઉજવવામાં આવતાં સાવૅજનિક ગણેશ ઉત્સવ ની માહિતી આપતા મહારાષ્ટ્રીયન પરિવાર નાં અગ્રણી સુનિલ પાગેદારે જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમ સાવૅજનિક ગણેશ ઉત્સવ ની ઉજવણી ગાયકવાડ શાસન માં વષૅ 1877-78 માં લોકશાહી પધ્ધતિથી તે વખતના મહૅમ માજી ગોવિદરાવ યશવંતરાવ ના અધ્યક્ષ સ્થાને પાટણ શહેર માં મહારાષ્ટ્રીયન પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વષૅ 1928 માં ગણેશ ઉત્સવ નાં 50 વષૅ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં ગજાનન મંડળીના અધ્યક્ષ પદે રહેલા ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોષી દ્વારા ગણેશ ઉત્સવ નો ઈતિહાસ બુક સ્વરૂપે પ્રકાશિત કર્યો હતો.મહત્વની વાત એ છે આજના યુગમાં હવે ઈકો ફ્રેન્ડલી ગણેશ ની પ્રતિમા બનાવવાનું શરૂ થયું છે ત્યારે પાટણ શહેરમાં 1878 થી ઉજવાતા સાવૅજનિક ગણેશ ઉત્સવની શરૂઆત નાં દિવસોમાં બાપુરામ દેવધર અને ત્યારબાદ કૃષણરાવ પાગેદાર અને હાલમાં તેઓ દ્વારા માટી માંથી ગણેશજી ની પ્રતિમા તૈયાર કરી પાટણની ગણેશ વાડી માં સ્થાપના કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી ની મધ્યરાત્રિએ ગણેશજીની પ્રતિમાનું ઉત્થાપન કરી ગણેશજીની પુજા અર્ચના સાથે વાજતે ગાજતે તેનું વિસર્જન કરવામાં આવે છે તો ગણેશજીની મૂર્તિ વિસર્જન સમયે થોડી માટી લઈને આવતાં વષૅ માટેની મૂર્તિ માટે રાખવામાં આવતી હોવાની પરંપરા છેલ્લા 144 વષૅ થી નિભાવવામાં આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here