ગણતા ગામે રામાબાપૂના આંગણે ગોગા મહારાજનો ભવ્ય પ્રસંગ ઉજવાયો

0
0

ગણતા ગામે હિન્દ વાણી નુ હિર કહી શકાય એવા મનીધર ગોગ મહારાજનાં રૂડા બેસણા છે ત્યારે પરમ આશીર્વચન ભુવાજી રામાબાપૂના આંગણે ગોગા મહારાજના ભવ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવી ત્યારે સમગ્ર હિન્દ વાણી રાજપુત સમાજ સાથે અઢારે આલમના લોકો બાપુના દર્શનનો લાભ લેવા બહોળી સંખ્યામાં ગણતાના ગોદરે રામાબાપુના પ્રસંગને રળિયામણો બનાવવાં માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્યારે.. સંતો. મહંતો.. ભુવાજી. ભાવિક ભક્તો. સામાજિક અગ્રણી.. સમાજનાં વડીલો યુવાન મિત્રો સાથે સર્વ સમાજનાં બધુઓનુ આગમન થતા ગણતાંના આંગણે જાણે ગોગાનો મેળાવડો જામ્યો હતો.. જોજા પરિવારનુ રૂડું રૂપાળું આંગણું જયાં લવાના ભગતના ગોગાના રૂડા બેસણા છે એવા લવાના ધર્મગાદીના પુજ્ય આશીર્વચન ભુવાજી મેવાબાપૂનું આગમન થતા રામાબાપૂ પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે કુળની કુવાસીયો દ્વારા સામૈયું સાથે સાહી સન્માન કરવામાં આવ્યું હતું.. રામાબાપૂ પરિવાર દ્વારા આંગણે આવનાર મહેમાનોનુ હૈયાના ભાવથી ઉમળકાભેર સ્વાગત કરવામા આવ્યુ હતું તમામ ભાવી ભકતોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું અને લોકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો અને.. રામાબાપૂ એક એવુ નામ છે જેમને રાજપુત સમાજ સાથે અઢારે આલમના લોકો બાપુના હુલામણા નામથી ઓળખે છે .. અઢારે આલમમા બાપુનું માન સન્માન જાળવવામાં આવે છે
સરપંચશ્રી અજયભાઈ અને સમગ્ર પરિવાર દ્વારા કાર્યકર્મને સફળ બનાવવામા આવ્યો હતો

વિક્રમસિંહ રાજપુત લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here