ગણતરી ના કલાકો માં હત્યા નો ભેદ ઉકેલતી કલોલ તાલુકા પોલીસ

0
12

પોલીસે છત્રાલ બ્રિજ નીચે થી ભિલોડા ના શખ્સ ને પકડી પાડ્યોમળતી માહિતી અનુસાર કલોલ તાલુકા ના છત્રાલ જીઆઈડીસી વિસ્તાર માં આવેલી નિરમા ફેક્ટરી ના ક્વાટર માં રહેતી એક મહિલા મૃત હાલત માં મળી આવી હતી 27 ઓગસ્ટે બનેલી ઘટના માં પોલીસે તપાસ કરતા મહિલા ની હત્યા કરાઈ હોવા ની હક્કીકત ખુલી હતી તેના આધારે પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કરવા માં આવ્યા હતા તે દરમ્યાન પોલીસે માત્ર 24 કલાક માં આરોપી ને ઝડપી લઈ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છેછત્રાલ માં આવેલી નિરમા ફેકેટરી ક્વાટર માં રહેતી મરતીબેન ધનરાજ માણાની જોડે તેની ઓરડીમાં ઇંદ્રરાજ કાલાજી પાંડોર નામનો શખ્સ રહેતો હતો અને મરતીબેન તથા ઇન્દ્ર રાજ઼ ને કોઈ બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરઈ ગયેલા ઇન્દ્રરાજ઼ એ મરતીબેન નું ગળુ દબાવી ને તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો મરતીબેન ની લાશ તેમની ઓરડી માં thi મળી આવી હતી.શુક્રવારે રાતે ઘટના પ્રકાશ માં આવતા કલોલ તાલુકા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ત્યારે પ્રાથમિક તપાસ માં મહિલા ની હત્યા કરી કોઈ શખ્સ નાસી ગયો હોવાની હકીકત સામે આવી હતી જેથી ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા એ કલોલ તાલુકા પોલીસ ને સૂચના આપી આરોપી ને ઝડપી લેવા તાકીદ કરી હતી તે દરમિયાન કલોલ તાલુકા પી આઈ કે. કે. ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ના પી. એસ.આઈ. એમ.એચ.દેસાઈ સહીત નો સ્ટાફ દોડતો થઇ ગયો હતો તેં દરમ્યાન બાતમી મળી હતી કે છત્રાલ બ્રિજ નીચે આરોપી કોઈ કામ થી આવવા નો છેતેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી અને બાતમી મુજબ નો વ્યક્તિ આવી પહુંચતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની પૂસપરસ કરતા તેણે તેનું નામ ઇન્દ્રરાજ઼ કાલાજી પાંડોર હોવાનું જણવ્યું હતું.જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here