ગગન ચુંબી શિખર ગિરનારમાં વિશ્વ-વિખ્યાત રોપ-વેમાં સિંહફાળો આપનાર સોરઠના યુવા સાંસદ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રાજેશભાઈ ચુડાસમા”

0
3

લેખક: કિરીટ પટેલ

રોપ-વે નો રાજીપો લેખક કિરીટ પટેલના ટેરવે

સનાતન ધર્મનું અડગ શિખર કે; જ્યાં હજારો-લાખો વર્ષોથી આજ કળયુગમાં પણ ઈશ્વરની અનુભૂતિ થાય છે. તેવા ગઢ ગિરનાર વિશે જ્યારે સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ આજે આપણા સૌના માટે ગર્વની વાત રજૂ કરવી છે. તે પહેલા થોડા શબ્દોમાં આપણે ગીરનારની અકાલ્પનિક વિશેષતાઓ ઉપર નજર કરીએ.

લાખો તપસ્વીના તપની આ ગીરનાર તળેટી. વૃક્ષોના મધુર ફળ-ફૂલ ઉપર જીવન ગુજારતા અને કુદરતની અકાલ્પનિક દેન એવો મધ-મીઠો કલરવ કરતા પંખીઓ. જીવંત પરંતુ પોતાના સિદ્ધાંતો પ્રત્યે મૃત્યુ સુધી વફાદાર રહી કરોડો જીવોનો આશરો બનતા વૃક્ષો, જ્યાં જાત-જાતના નયન રમ્ય પશુ-પંખીઓ આ તળેટીની સુંદરતામાં શૃંગાર પુરતા હોય, ગગનચુંબી ગીરનારની ટોચ પરથી ઝરણાં જાણે શરીરની ઉર્જાને માફક વહેતા હોય, અને તેના મધુર સંગીતથી સમગ્ર પ્રકૃતિ ઉપર પ્રભાવ પાડતા હોય, ડાલામથ્થો…અગ્નિ વરસાવતો…કેસરી જટાધારી એ સાવજ ગર્જના કરી આ સનાતન ધર્મની સંસ્કૃતિનું રક્ષણ કરતો હોય, પવનના વેગ અને શક્તિશાળી તરંગો સામે અવિરત ઊભેલો આ ગીરનાર વાયુદેવને પણ પોતાનામાં આકર્ષિત કરી સત ની અનુભૂતિ કરાવતો હોય, અને સર્વેમાં પ્રાણ પૂરતા સનાતન સંસ્કૃતિના સંતો-મહાત્માઓ ઈશ્વરને ઋણ અદા કરી આ તળેટીને એક સ્વર્ગ બનાવતા હોય, ત્યારે ઈશ્વર પણ આ ગીરનાર ક્ષેત્રમાં દરેકને પોતાની અનુભૂતિ કરાવી પ્રાણ પૂરે છે.

ધર્મનું અડગ શીખર અને પ્રકૃતિ તેમજ ભારતીય સંસ્કૃતિનો અનમોલ અજોડ નમૂનો..,ગીરનારમાં વિશ્વભરના શ્રદ્ધાળુઓ.., પ્રકૃતિ પ્રેમીઓ.. સંસ્કૃતિ પ્રેમીઓ..,દર્શન માટે પધારે છે. માટે આ શિખર ઉપર સરળતાથી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય તેવી ટેકનોલોજી લાવવા માટે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમએ રાત-દિવસ પરિશ્રમ કર્યો. માટે આજે વિશ્વ-વિખ્યાત રોપ-વે ગિરનારમાં બની શક્યો છે. વિશ્વનો સૌથી લાંબો અને 850 મીટર ઊંચો એક માત્ર રોપ-વે માત્ર ગીરનારમાં સફળતા પૂર્વક બન્યો હોય અને તેની પાછળ જો કોઈ વ્યક્તિનો સિંહફાળો હોય તો.. તે રાજેશભાઇ ચુડાસમાનો છે. અને આપણે તેમના આ ભગીરથ કાર્યને ક્યારેય ભૂલી ના શકીએ.

ભારતીય સંસ્કૃતિ-પ્રકૃતિ અને સનાતન શિખર ગીરનાર ક્ષેત્ર જ્યારે ભારતનો તાજ બન્યું હોય. ત્યારે આ શિખરના શૃંગારમાં મહત્વની ટેકનોલોજી લાવી એક ટેક્નોલોજીની દુનિયામાં પણ ઉત્તમ ઉદાહરણ આ રોપ-વે દ્વારા પૂરું પાડી શ્રેષ્ઠતામા વધારો કરે છે. તેમજ ધાર્મિકતાની સાથે ટેકનોલોજી નો સંગમ કરી વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મંદિર રોપ-વે ની શરૂઆત કરવામાં યુવા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા એ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન શ્રી ને વારંવાર રજૂઆત કરી રાષ્ટ્રના ભગીરથ કાર્યોમાં બની પ્રકાશ પાથર્યો છે.

માત્ર આટલું જ નહીં પરંતુ હંમેશા રચનાત્મક અને હકારાત્મક વિચારધારા ધરાવતા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાના કાર્ય મુજબ ગીરનાર રોપ-વે તે માત્ર રોપ-વે જ નહીં પરંતુ ટેકનોલોજીમાં પણ વિશેષ હોવું જોઈએ. એ માટે 2.3 કિલોમીટર લાંબો અને માત્ર 8 જ મિનિટમાં 5500 સીડી નું અંતર કાપી શકે તેવો શ્રેષ્ઠ રોપ-વે બનાવવા માટે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ પોતાનું જીવનનું લક્ષ્ય-કેન્દ્ર બનાવ્યું હતું. અને આજે તે લક્ષ્ય પ્રાપ્ત કરી આપણા ગૌરવમાં વધારો કર્યો છે તે બદલ લાખ લાખ અભિનંદન.

આ રોપ-વે ના ભગીરથ કાર્યમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાની નાની-નાની બાબતોમાં પણ ઉત્સુકતા અને ચોકસાઈ જાણીને આપણને ગર્વ થાય છે કે આવું વિરલ વ્યક્તિત્વ આપણી આ ધરાને પ્રાપ્ત થયું છે. જેનું એક નાનું ઉદાહરણ કે આ પાવન ગીરનાર ક્ષેત્રમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય, માટે કોઈ અવ્યવસ્થા ના સર્જાય, કોઈનો કિમતી સમય નો ખોટો વ્યય ના થાય તેનું પણ ધ્યાન રાખી દર 1 કલાકે ૧૦૦૦ મુસાફરો મુસાફરી કરી શકે તેવી રોપ-વે ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. અને આજે નાની-નાની વાતોનું પણ ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખી કાર્ય કરનાર સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા આપણા માટે ગર્વ લાયક ભગીરથ કાર્ય કરતા હોય ત્યારે આપણું મસ્તક ગર્વથી ઊંચું રહે છે.

હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો આપણો ભારત દેશ. તેમાં પણ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેનું મિલન કરાવતો આપણો ગરવો ગીરનાર અને જેમ દુધમાં કેસર ભળે તેવી જ રીતે આ સંસ્કૃતિ અને પ્રકૃતિમાં સનાતન ધર્મ મળ્યો એ માટે ગીરનારને આજે માત્ર પર્વત જ નહીં પરંતુ.., ધર્મવિજય નું શિખર પણ કહી શકાય. અને આ સંસ્કૃતિ-પ્રકૃતિ ના સંગમમાં સનાતન ધર્મ અને જેમ અનેક આત્માઓ એક પરમાત્મામાં સમાવિષ્ટ થતી હોય તેમ ટેકનોલોજીનો વિશ્વ વિખ્યાત નમૂના રૂપી રોપ-વે ને આ તળેટીમાં લાવી ગીરનાર ક્ષેત્રને આજે વિશ્વના ખૂણે ખૂણામાં પ્રખ્યાત કર્યો છે. આ સર્વેમાં વારંવાર વડાપ્રધાન શ્રી ને રજૂઆત કરી આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવા પાછળ નોંધપાત્ર ફાળો સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા નો છે. અને આવા જ કેટલાય ભગીરથ કાર્ય પૂર્ણ કરી આ ધરાને વિશ્વવિખ્યાત બનાવી હોય તેનો આપણને ગર્વ છે. આવા ભગીરથ કાર્ય કરવા બદલ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ને લાખ લાખ વંદન…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here