ખોરજગામ માં ચાલતા જુગાર ધામ માં રેડ કરી ચાર શકુની ઓને ઝડપી પાડતી અડાલજ પોલીસ

0
13

ખોરજગામ માં ચાલતા જુગાર ધામ માં રેડ કરી ચાર શકુની ઓને ઝડપી પાડતી અડાલજ પોલીસ

અડાલજ પોલીસ સ્ટેશનના એમ. જે. શિંદે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર,તથા હેડ. કો રામેશ્વર મનુભાઈ તથા,પો. કો જયેન્દ્ર સિંહ પ્રવિણસિંહ,તથા પો. કો.આશિષકુમાર ધીરુભાઈ તથા પો. કો.મિલનકુમાર રમેશભાઈ સ્ટાફ ના માણસો સાથે અડાલજ પો. સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે ખોરજ ગામની સિમ માં બળિયાદેવ ના મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યા માં કેટલાક ઈસમો તીન પત્તી નો પૈસા થી જુગાર રમે છે. જે હકીકત વાળી જગ્યા એ રેડ કરતા આરોપી ઓ (1) સની રામાજી ઠાકોર ઉ -23 ધંધો -મજૂરી,રહે- ઇન્દિરાનગર ખોરજ ગામ,(2)શહેજાદ શાહ શાબીર શાહ દીવાન ઉ -22 ધંધો -મજૂરી, રહે-જોગણી માતાના મંદિર પાસે, ખોરજ ગામ, (3)શાહરૂખસા શાબીરશાહ દીવાન ઉ -30 ધંધો – મજૂરી રહે -જોગણી માતાના મંદિર પાસે, ખોરજ ગામ (4) જાવેદખાન ફરીદખાન પઠાણ ઉ -32 ધંધો -મજૂરી,રહે -લવાડવાસ ખોરજ ગામ તા -જિલ્લો ગાંધીનગર ના ઓ ને રોકડ કુલ રૂપિયા 14,360 તથા ગંજી પાના નંગ 52 ના મુદામાલ સાથે પકડી ઉપરોક્ત તમામ ઈસમો વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ કાયદેસર ની કાર્ય વાહી હાથ ધરેલ છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here