ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, ગોધરા ખાતે કોવિડ -૧૯ અંતર્ગત ટેસ્ટીગનું આયોજન

0
5

ગુજરાતને કોરોના મુક્ત અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ પંચમહાલ ના સાથ સહકાર અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ વી. ચૌહાણની સૂચના મુજબ ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરામાં કોરોના મહામારીમાં વેપારીઓ અને ખેડૂતો સહિત નગરજનો ને સુરક્ષિત કરવા ટેસ્ટીગ કરવામાં આવેલ.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરા વેપારી પ્રતિનિધિ ચિરાગ પી. શાહ, ખેડુત પ્રતિનિધિ અને તાલુકા પંચાયતનાં સભ્ય શ્રી સામતસિંહ એસ. સોલંકી સહિત તમામ કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓનું ટેસ્ટીગ કરવામાં આવેલ.

જિલ્લા આરોગ્ય કચેરી પંચમહાલના કર્મચારી તૃપિતબેન રાવલ, લેબ ટેક્નિશિયન અબર્ન હેલ્થ સેન્ટર ખાડી ફળીયા શ્રી પ્રકાશભાઈ માયાવંશી, શ્રી કિશનભાઈ તાવીયાડ દ્વારા એન્ટીજન અને આર.ટી.પી.સી આર ટેસ્ટીગ સ્થળપ્રત કરેલ છે.

બજાર સમિતિના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ વી.ચૌહાણ દ્વારા ખેડૂતભાઈઓ સહિત તમામ વેપારીઓને ઓમીક્રોન વાયરસ સહિત કોરોના સામેની લડાઈમાં માસ્ક, સલામત અંતર, સેનેટાઇઝર અને સરકારીશ્રીની ગાઈડલાઈન અને વખતોવખતની સુચનાઓનું પાલન કરવા માટે જણાવેલ હતું.

રિપોર્ટર: જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here