સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર નાના અંબાજી તરીકે સુપ્રસિદ્ધ છે.આજ રોજ ભાદરવી પૂનમ ના દિવસે માતાજી ના દર્શન માટે ભક્તો માં ખુબજ આનંદ અને ઉત્તસાહ જોવા મળ્યો. આ વર્ષે માતાજી ની કૃપા થી આખા ગુજરાત માં કોરોના ની મહામારી ખુબજ નહિવત જોવા મળતી હોવાથી લોકોએ માતાજીના દર્શન કરી પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આ વર્ષે ઘણા ભક્તો પગપાળા સંઘ લઈને પણ માતાજી ના દર્શને આવ્યા હતાં. અંબિકા માતાજીના મંદિર દ્વારા પણ કોઈ પણ પ્રકારની ભીડ ના થાય તેના માટે ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પોલિસી દ્વારા પણ કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની ની સમસ્યા ના થાય તેમજ કોઈ અણબનાવ ના બને તેના માટે દરેક પોઈન્ટ પર બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બીપીન જોષી…ખેડબ્રહ્મા