ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે હાઇવે પર નવી પોલીસ ચોકી બનાવાઈ.

0
49

ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે હાઇવે પર નવી પોલીસ ચોકી બનાવાઈ.                                  ખેબ્રહ્મામાં અંબાજી અમદાવાદ હાઇવે પર ફરીથી નવી પોલીસ ચોકી બનતા લોકો એ આનંદ ની લાગણી અનુભવી. ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તાર માં આશરે ત્રણે ક વર્ષ અગાઉ નવો રોડ બનતો હોવાથી બસ સ્ટેન્ડ નજીક આવેલી પોલીસ ચોકી કાઢી નાખવામાં આવી હતી હવે નવેસર થી આધુનિક સુવિધા સાથે નવી પોલીસ ચોકી બનતા ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઓ ને ગરમી તેમજ વરસાદ માં રાહત મળશે આ પોલીસ ચોકી માં સી. સી. ટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. ખેડબ્રહ્મા થી આશરે ૧૫ થી ૨૦કી.મી માં રાજસ્થાન બોર્ડર ચાલુ થઈ જાય છે. તેમજ અંબાજી અમદાવાદ મુખ્ય હાઇવે હોવાથી ખુબજ વાહન ની અવર જવર હોવાથી ટ્રાફિક ની સમસ્યા રહે છે. તેમજ ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઓ ઉનાળાની ગરમી માં તેમજ ચોમાસા ના વરસાદ ના સમયે પણ સતત ઊભા રહીને તેમની ફરજ બજાવે છે. તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા ના નીડર તેમજ બાહોશ પી એસ આઈ વી બી પટેલ દ્રારા જાણવામાં આવેલ છે કે આ પોલિસ ચોકી પર સી. સી ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

*બિપિન જોષી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here