ખેડબ્રહ્મા પોલીસે રૂ. 2.80 હજાર નો દંડ વસૂલ કર્યો.

0
54

ખેડબ્રહ્મા પોલીસે રૂ. 2.80 હજાર નો દંડ વસૂલ કર્યો.            ખેડબ્રહ્મા તાલુકા માં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના ના પોઝીટીવ કેસ મા ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના ના કેસ ઓછા થતા મોતનો આંકડો પણ સતત ધટી રહયો છે ખેડબ્રહ્મા શહેર માં આજુ બાજુના ગામડા ઓના લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં બજાર માં આવતા હોય તેમાં અમુક લોકો માસ્ક પહેર્યા વગર પણ ફરતાં નજરે પડતાં હોઈ? ખેડબ્રહ્મા પી એસ આઈ વી.બી. પટેલે સરદાર ચોક, લક્ષ્મીપુરા ચાર રસ્તા, બસ સ્ટેન્ડ વિસ્તાર જેવી જ્ગ્યાઓ પર પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ પોલિસ દ્રારા બજાર માં પણ સતત પ્રેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ. જેને માસ્ક ના પહેરેલ હોય તેને સ્થર પર જ દંડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તારીખ ૧ જૂન થી ૨૯ જૂન સુધી માં પોલીસે રૂ.૨.૮૦ હજાર નો દંડ વસૂલ કર્યો હતો. અને જાહેરનામ ભંગ ના પણ ૧૩૫ જેટલા કેસો પણ નોંધાયા હોવાનું ખેડબ્રહ્મા પી એસ આઈ વી.બી. પટેલે જણાવ્યું હતું.

*બિપિન જોષી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here