ખેડબ્રહ્મા ની આર્ડેક્તા કૉલેજ ખાતે મધ્યપ્રદેશ ના રાજયપાલ મંગુભાઈ પટેલ નો સત્કાર સમારોહ યોજાયો.

0
11

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે આર્ડેક્તા કૉલેજ માં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મધ્યપ્રદેશ ના રાજયપાલ મંગુભાઈ પટેલ નો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો.આ સત્કાર સમારોહ માં બનાસકાંઠા,સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ આદિવાસી સમાજ ના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહા હતા.તેમજ બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જિલ્લા પ્રમુખ,તાલુકા પ્રમુખ,જિલ્લા સદસ્યો,તાલુકા સદસ્યો અને તમામ કાર્યકર્તાઓ હાજર રહા હતા.ઉપરોક્ત તમામ જિલ્લાના આદિવાસી સમાજના સંગઠનો દ્વારા રાજયપાલ મંગુભાઈ પટેલ ને અલગ-અલગ ભેટ આપી સન્માનિત કર્યા હતા. તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પણ અલગ-અલગ ભેટ આપી રાજયપાલ ને સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે રાજય સભાના સાંસદ રમીલાબેન બારા એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજ માટે સરકારે કરેલા વિકાસના કર્યો ની અને અલગ-અલગ યોજનાઓની ખુબજ સરસ માહિતી આપી હતી.રાજયપાલ મંગુભાઈ પટેલ દ્વારા આખા ગુજરાત માં આદિવાસી સમાજના લોકો માટે સરકાર દ્વારા જે પણ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો કર્યાં હતાં સંપૂર્ણ જાણકારી આપી ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના બાળકો ને સંપૂર્ણ શિક્ષણ મળી રહે તેના માટે પણ ખુબજ પ્રયત્નો કરેલા છે.જેના કારણે આજે આદિવાસી સમાજની બહેનો પણ અભ્યાસમાં ખુબજ આગળ છે.તેમજ કોરોના કાળ માં પણ સરકાર લોકો ના પડખે ઉભી રહી તમામ પ્રકારની સેવાઓ લોકોનો મળી રહે તેવા તમામ પ્રયત્નો સરકારે કર્યા હતા.સરકાર દ્વારા સબકા સાથ સબકા વિકાસ નું લક્ષ હમેશાં આખા દેશનો વિકાસ થાય તમામ લોકો ને પાયાની સુવિધાઓ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે.

બીપીનજોષી .ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here