ખેડબ્રહ્મા તાલુકાના ચીખલી ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી બાઈક ચાલક નું મોત.

0
7

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલી ત્રણ રસ્તામાં પાસે ગઈ કાલે સાંજ ના સમયે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બહેડીયા ગામના બાઈક ચાલક નું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.જયારે બાઈક ઉપર સવાર અન્ય બાઈક ચાલક ના પુત્ર અને પુત્રી ને પણ ઇજાઓ પહોંચી હતી તે લોકો ને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના બહેડીયા ગામ ના વાતની અને હાલ ઇડર તાલુકાન લક્ષમણપુરા ખાતે ખેત મજૂરી કરતા રાજુભાઇ જોવાનભાઈ સોલંકી ગઈ કાલ સાંજના સમયે બાઈક પર પોતાના ગામ તરફ આવી રહા હતા ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ચીખલી ત્રણ રસ્તા પાસે પુરપાટ અને ગફ્લતભરી રીતે વાહન હંકારી રહેલા અજાણ્યાં વાહન ચાલકે બાઈક ને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક ને ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.જયારે બાઈક પર સવાર મુતર્ક ના પુત્ર અને પુત્રી ને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મુતર્ક ના મોટા પુત્ર એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં અજાણ્યાં વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે.

બીપીનજોષી
ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here