ખેબ્રહ્મામાં અંબિકા માતાજી ના મંદિર માં લાખો ની સંખ્યામાં માઇ ભક્તો માના દર્શને આવે છે અને રાખેલી માનતા પૂર્ણ પણ થાય છે ત્યારે એક માઇભક્તે માનતા રાખી હતી કે તેના ધરે બાળક નો જન્મ થાય તો તે બાળક ના વજન જેટલી ચાંદી થી તોલ કરીને માતાજી ના ચરણો માં અર્પણ કરીશું. આ ભક્ત ની માતાજી ની કુર્પા થી તેની રાખેલી બાધા ફરતાં તે બાધા પૂરી કરવા માટે તારીખ,૨૦,૬,૨૦૨૧ રવિવાર ના રોજ અંબિકા માતાજી ના મંદિર દર્શને આવ્યા હતા. બાધા રાખેલ બાળક નું વજન કરી અંદાજિત ૫ કિલો ચાંદી માતાજી ના ચરણો માં અર્પણ કરી. અંબિકા માતાજી ના દર્શન થી દરેક ભક્ત ની મનોકામના પૂર્ણ થાય છે.
*બિપિન જોશી ખેડબ્રહ્મા*