ખીમાસર પ્રાથમિક શાળા નાં શિક્ષક દ્વારા પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..

0
14

શાળાના બાળકો સાથે સમૂહ પ્રાથૅના અને સમૂહ ભોજન લઈ કરાયેલ જન્મ દિવસની ઉજવણી ને શાળા પરિવારે સરાહી..

પાટણ તા.૬
ખીમાસર પ્રાથમિક શાળા ના ઉત્સાહી શિક્ષક મદારસિંહ ગોહિલે પોતાનો ૪૮ મો જન્મ દિવસ સોમવારના રોજ પોતાની શાળાના બાળકો વચ્ચે ઉજવણી કરી અન્ય શિક્ષકોને નવો રાહ ચીંધ્યો છે.
પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાની ખીમાસર પ્રાથમિક શાળાના શિક્ષક અને પાટણ શહેર ના પદ્મનાભ ચાર વિસ્તારની ૧૭ સોસાયટીઓ ના પ્રમુખ સહિત રાજપૂત સમાજના યુવા અગ્રણી મદારસિંહ ગોહિલ દ્વારા પોતાનાં ૪૮ માં જન્મ દિવસ પવૅની અનોખી રીતે ઉજવણી કરી પોતાની શાળા માં અભ્યાસ કરતા અગરિયા પરિવારના નાના અને અતિ પછાત બાળકો સાથે મિષ્ટ ભોજન ની મિજબાની માણી હતી.
મદારસિહ ગોહિલ દ્વારા પોતાના જન્મ દિવસની પ્રસંગે શાળાના બાળકો સાથે પરમ કૃપાળુ પરમાત્મા ની પ્રાથના કરી બાળકોને ચોકલેટ ની વહેચણી કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરતા શાળા પરિવારના આચાર્ય પુજાભાઈ સહિત શિક્ષક રવીન્દ્રભાઇ,વિશ્રામ ભાઈ સહિતના સ્ટાફ ગણે સરાહનીય લેખાવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here