ખારીઘારીયાલ ગામે શ્રીપીઠાઇ માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાયો.

0
14

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે લેઉવા પાટીદારના વોરા પરિવારની કુળદેવી શ્રીપીઠાઇ માતાજીનો તૃતીય પાટોત્સવ તા.૫/૨/ ૨૦૨૨ ને શનિવારના રોજ ઉજવાયો હતો.જેમાં મુખ્ય યજમાન પદે વ્યાસ રીતેશકુમાર પ્રેમશંકર (ખારીઘારીયાલ) હાલ અમદાવાદ વાળા રહ્યા હતા.


જયારે આચાર્ય પદે જયેશભાઈ વ્યાસ વાઘેલા વાળાએ યજ્ઞનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઢ ,મડાણા , સુંઢા,દલવાડા, મેસર, હારીજ,ખારીઘારીયાલ સહિત તમામ લેઉવા પાટીદારના વોરા પરિવારો શ્રીપીઠાઇ માતાજીના પાટોત્સવમાં પધારી શક્તિ ભક્તિમાં લીન થયા હતા.જ્યારે ભોજનના દાતા પટેલ ભગાભાઇ સાંકળદાસ રહ્યા હતા.તેમજ તમામ દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પટેલ દ્વારકાભાઇ આશીદાસ તરફથી શ્રીપીઠાઇ માતાજીને સાડાપાંચ તોલાનો સોનાનો હાર ભેટ આપવામાં આવ્યો હતો.તેમજ આવતા વર્ષના ચતુર્થ પાટોત્સવની ઉત્સવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય યજમાન પટેલ ડાહ્યાભાઈ કાશીદાસ તેમજ ભોજનના દાતાશ્રી ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના પટેલ મફાભાઇ આશીદાસ ખારીઘારીયાલવાળા. અને ચા – નાસ્તાના દાતાશ્રી ૨૦૨૩ થી ૨૦૨૮ સુધીના પટેલ રમેશભાઈ ઇશ્વરદાસ ખારીઘારીયાલ હાલ અમદાવાદ ની નોંધણી કરવામાં આવી. દરેક કુંવાસીઓને લાણીની ભેટ આપવામાં આવી હતી.યક્ષની પુર્ણાહુતિ બાદ શ્રીફળ હોમાયાબાદ તેમજ આરતી કર્યા પછી કરવામાં આવી હતી. ત્યારબાદ માઇભકતો એ એકી સાથે બેસીને ભોજન પ્રસાદ લીધી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here