ખારીઘારીયાલ ગામે વર્ષોની પરંપરા મુજબ બહુચર માતાજીની પાલખી યાત્રા નીકળી.

0
8

દર વર્ષે નવમા નોરતે બંને બહેનોનો મીલાપ કરાવવાની અનોખી પરંપરા તેમજ સમુહ આરતી ઉતારવામાં આવી.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે વર્ષોની પરંપરા મુજબ ગામ મધ્યે બિરાજમાન બહુચર માતાજી અને ગામથી પશ્ચિમ દિશામાં બિરાજમાન પાદર દેવી લેઉવા પટેલોની કુળદેવી શ્રી પીઠાઇ માતાજી નો મીલાપ કરાવી સમુહ આરતી કરવાની વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ બંને દેવીઓનો મીલાપ કરવામાં આવ્યો તેમજ સમુહ આરતી કરવામાં આવી.જેમાં દર વર્ષે આસો સુદ નોમના પવિત્ર દિવસે નવમી નવરાત્રી ઉજવતાની સાથે ગામ લોકો દ્વારા બંને બહેનોનો મીલાપ કરાવવા ગામ લોકો સાથે બહુચર મૈયા મંડળ દ્વારા ગામ મધ્યે બિરાજમાન શ્રી બહુચર માતાજીની પાલખી યાત્રા વાજતે ગાજતે સૂરીલી સરગમ સાથે કાઢવામાં આવે હતી.પાલખી યત્રામાં નાના બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવી હતી.જેવી કે રામ,લક્ષ્મણ, સીતા ,ઋષિ,હનુમાન,રાવણ, રાક્ષસ, મા બહુચર ની વેશભૂષા કરવામાં આવી હતી. જે પાલખી ગામ મધ્યે બિરાજમાન બહુચર માતાજીના મંદિરેથી નીકળી ગામથી પશ્ચિમ દિશામાં ગામ બહાર બિરાજમાન પાદર દેવી લેઉવા પટેલની કુળદેવી શ્રી પીઠાઇ માતાજીના મંદિરે જઇ બંને બહેનોનો મિલાપ તેમજ સમુહ આરતી કરવામાં આવી હતી. જેમાં ચાંદીની મૂર્તિ સાથે નીકળતી પાલખી યાત્રામાં દૂર દૂરથી માના ભક્તો માતાજીને પાલખીમાં બિરાજેલી અવસ્થામાં દર્શન કરવા ઉમટી પડયા હતા.આ પરંપરા મુજબ આજરોજ પણ ગામમાં આ ધાર્મિક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવીહતી. આમ એક વર્ષના વિરહ બાદ બંને દેવીઓનો મિલન સાથે સમૂહ આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ પાલખી યાત્રા નીજ મંદિરે પરત ફરી હતી.અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
અમૃતલાલ પટેલ ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here