ખદલપુરની સીમમાંથી નવ ફૂટનો અજગર દેખાયો રીસક્યુ કરવામાં આવ્યું અને અજગરને જંગલમાં છોડવામાં આવ્યો

0
3

ખદલપુરની ગામની સીમમાં ગૌચર જમીન વિસ્તારમાં એક ઈસમ બપોરે કંકોડા વીણવા ગયો હતો ઈસમ કંકોડા વીણતા હતો તે દરમિયાન નજીકમાં કોઈ સાપ જેવું જતું હોય એવું દેખાતાં અને અવાજ સાંભળતો જોવા ગયો ત્યારે એ ઈસમ ચોકી ગયો હતો અને સાપ નહીં પણ મોટો નવ ફૂટ અજગર જોતા ભાઈ ભયભીત થઈ ગયો હતો અને તુરંત ખદલપુર ગામના પૂર્વ સરપંચ નવીનજી ઠાકોરને તેમજ ગામજનો સહિતને જાણ કરી ખદલપુર ગામની સીમમાં અજગર હોવાનું જાણ થતાની સાથે લોકોના ટોળેટોળાં ધટના સ્થળ પર એકઠા થયા.
આ અંગે મહેસાણા એડવેન્ચર ગ્રુપના મૌલેશ દવે જીતુભાઈ જોશીને જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા અને ભારે જહેમત બાદ અજગરને પકડી લીધો ત્યારબાદ એડવેન્ચર ગ્રુપના સભ્યોએ નવ ફૂટના અજગરને તારંગા જંગલમાં મુક્ત કર્યો હતો

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here