કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને ઓક્સિજન માટે ભોગવવી પડેલી તકલીફોને ધ્યાને લઈને બારેમાસ વિનામૂલ્યે શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ લોકોને સમજાયું છે

0
31

કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને ઓક્સિજન માટે ભોગવવી પડેલી તકલીફોને ધ્યાને લઈને બારેમાસ વિનામૂલ્યે શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ લોકોને સમજાયું છે અને વધુને વધુ વૃક્ષો વાવવા લોકો જાગૃત બની રહ્યા છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે mysc ફાઉન્ડેશન પાટણ દ્વારા લીલીવાડી ખાતે કેનાલની બાજુમાં પડેલી ખુલ્લી અને અવાવરું જગ્યા સાફ કરીને આજે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સંસ્થાની આ પર્યાવરણલક્ષી જાગૃતિ અને પ્રવૃત્તિને લોકોએ બિરદાવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સિદ્ધાર્થ જાદવ, મહામંત્રી પરેશ મકવાણા, જયેશ કાપડિયા, સોહિત પરમાર, મેહુલ રાઠોડ , સંજય રાવત, હિતેશ પરમાર, કિરણ આર્ય , દિનેશ પરમાર, રાજેન્દ્ર હિરવાણીયા, જય રાણા, વૈભવ, રમેશ સોલંકી તેમજ નીતિન સોલંકી વિગેરે ઉપસ્થિત રહી ઉત્સાહથી વૃક્ષ વાવવામાં આવ્યા અને ઉછેરની જવાબદારી પણ લેવામા આવી હતી.

રીપોટર. ક્મલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here