કોરોના મહામારીમાં વેક્શિનેશન વિશેની ગેરમાન્યતાઓને
દૂર કરવા અંગે વેબિનાર યોજાયો

0
15
કોરોના મહામારી પર સંપૂર્ણ કાબૂ મેળવવા તેમજ રસીકરણની સેવાઓ પૂરી પાડવા સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કોરોના મહામારીના સંક્રમણને રોકવા તેમજ કોરોના મહામારીને નાબૂદ કરવા કોરોના વેક્સિન કારગર ઈલાજ છે આ અંગે રસીકરણને લઈને સોશીયલ મીડિયામાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ તેમજ ખચકાટને દૂર કરવા તેમજ કોરોના વેક્સિન વિશેની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવા ખાસ "કોરોના વેક્સિનથી જોડાયેલા પ્રશ્નો અને એક્સપર્ટના જવાબો" વિષય પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો-પાલનપુર દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના આર.ઓ.બી, અમદાવાદથી જોડાયેલા વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, એક્સપર્ટો સલાહકાર તરીકે બનાસકાંઠા આરોગ્ય વિભાગના જિલ્લા ક્વોલિટી એનશોરઅધિકારી ડો.એમ.એચ. ત્રિવેદી, વડગામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચૌધરી, મહેસાણા આરોગ્ય વિભાગના વિસનગર તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પટેલ જોડાયા હતા. વેબિનારમા કોરોના વેક્સિનની મહતમત્તા, પ્રકાર, સમયગાળા, રજીસ્ટ્રેશન વિષયના સવાલો શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવ્યા હતાં. નિષ્ણાતોએ આ સવાલોના સચોટ જવાબો આપતા જણાવ્યું હતું કે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે તેમજ આઇ.સી.એમ.આર દ્વારા માન્યતા પ્રાપ્ત રસીઓ કોરોના સામેના રક્ષણમાં કારગર છે. આ વિશે સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી સૂચનાઓ તેમજ માહિતીને જ આધારભૂત ગણવા. આ સાથે નિષ્ણાતો દ્વારા સોશીયલ મીડીયા દ્વારા ફેલાતીભ્રામક માન્યતાઓને સાચી ન માનવા શ્રોતાઓને આપીલ કરવામાં આવી હતી. કોરોના સંક્રમિત વ્યક્તિના આધારભૂત રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ સરકારની ગાઈડ લાઈન મુજબ ત્રણ માસ બાદ જ વેક્સિન લેવી એ હિતાવહ છે આવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય શ્રોતાઓ દ્વારા કોરોના રસીકરણને લઈને વિવિધ સવાલોના જવાબો નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા. કોરોના વેક્સિન મેળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે ત્યારે આ માટે ભારત સરકાર દ્વારા Covin.gov.in, આરોગ્ય સેતુ એપ તેમજ ઉમંગ એપ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ સ્થળ અને સમય રસીકરણ માટે પસંદ કરી શકે છે. વધુ માહિતી mygov એપ પર જોઈ મેળવી શકાય છે. વેબિનારનું સંચાલન કરતાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના અધિકારીશ્રી જે.ડી ચૌધરી તેમજ જૂનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ સરકાર દ્વારા ચાલતા કોરોના રસીકરણ અભિયાનની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા સર્વેને વેબિનારના માધ્યમથી અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here