કોરોના ની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા ચાલુ સાલે મકરસંક્રાંતિએ હંગામી સ્ટોર ઉપર પાબંધી લગાવાઈ..

0
4

પતંગ દોરી ના હંગામી સ્ટોર નહીં ફાળવવાના નિણૅયથી પતંગ રસિકો નારાજ…

પટણી પરિવારના યુવાનો દ્વારા એડવાન્સમાં પતંગ દોરી નો માલ લાવીને મૂકવામાં આવ્યો હોય વિમાસણમાં મુકાયા..

પાલિકા દ્વારા કોવીડ ગાઇડલાઇન મુજબ પતંગ દોરી માટેના સ્ટોલ ફાળવવા પતંગ રસિકો ની માંગ..

પાટણ તા.૪
આગામી મકરસંક્રાંતિ પર્વને લઇને પાટણ શહેરમાં પતંગ દોરી નો છુટક વેપારી કરતા પટણી પરિવારના કેટલાક યુવાનો દ્વારા પર્વને ધ્યાનમાં રાખીને પતંગ દોરી ના માલ નો સ્ટોક કર્યો હોય પરંતુ ચાલુ સાલે કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઊભા કરતા પતંગ દોરીના વેચાણ માટે ના હંગામી સ્ટોર ની જગ્યા છૂટક વેપારીઓ ને નહીં ફાળવવાનો નિર્ણય કરતા પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનો નાસીપાસ બન્યા છે. તો આ બાબતે પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનોએ મંગળવારે સાંજે પાલિકા ખાતે રજૂઆત અર્થે આવ્યા હતા પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓ એક પણ હાજર ન હોય પટણી યુવાનોએ પત્રકારો સમક્ષ પોતાની રજૂઆત કરી નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે સરકારના આદેશનું પાલન કરી કોરોના ની ગાઈડલાઈન મુજબ પતંગ દોરી ના સ્ટોર માટે હંગામી જગ્યા ફાળવવા માં આવે તેવી માંગ કરી છે.
ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો એ પણ પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના યુવાનોને એક સપ્તાહ માટે પતંગ દોરી ના વ્યવસાય અર્થે હંગામી ધોરણે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવાતા સ્ટોર નિયમ આધારિત ફાળવવા જોઈએ તેવી માંગ પતંગ રસિકો માં પણ પ્રબળ બનવા પામી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here