કોરોના માં મૃત્યુ પામેલા દર્દીઓનો સાચો આંકડો સરકાર છુપાવી રહી છે..
કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજી ફક્ત બે સપ્તાહમાં જિલ્લા માંથી કોરોના માં મૃત્યુ પામેલા 1000 લોકો નાં ફોર્મ ભયૉ..
પાટણ …તા.20 ઉત્તર ગુજરાત સહિત પાટણ જીલ્લામાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પરીવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેમજ પાટણ જીલ્લા સહિત રાજ્યના વિવિધ ઝોન વિભાગમાં સરકારની કોરોના દર્દીઓ નો મૃત્યુ આંક છૂપાવવાની બાબતો સામે સાચા મૃત્યુઆંક શોધવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પાટણના જુના સર્કીટ હાઉસ ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય ડો.કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને કોવીડ 19 ન્યાયયાત્રા સંદર્ભે સોમવાર ના રોજ પત્રકાર પરીષદ યોજી માહિતી આપવામાં આવી હતી . આ બેઠકમાં માહિતી આપતા પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે , લોકોની સાચી વેદના સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા છેલ્લા બે અઠવાડીયાથી ન્યાયયાત્રા શરુ કરવામાં આવી છે . જેમાં કોરોના મહામારીમાં સરકાર દ્વારા સાચી આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી નથી.તેમજ સરકાર આરોગ્યલક્ષી સેવાઓ આપવા બાબતે પણ સદંતર નિષ્ફળ નિવડી છે .કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વારસદારોને સરકારી નોકરી તેમજ બીમારી દરમ્યાન થયેલ ખર્ચનું વળતર અને મૃત્યુ પામેલા પરીવારના સભ્યોને રૂપિયા 4 લાખની સહાય ચુકવવામાં આવે તે માટે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતક પરીવારોના આશરે જીલ્લા માંથી એક હજાર જેટલા ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે . આ ઉપરાંત અન્ય ઝોનમાંથી પણ કોંગ્રેસ દ્વારા ફોર્મ ઉઘરાવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ . તો તમામ ફોર્મના ડેટા એકત્રિત કરી સરકારમાં રજુઆત કરવામાં આવશે . જો સરકાર દ્વારા તમામ સાચી આંકડાકીય માહિતી જાહેર કરવામાં નહીં આવે તો કોર્ટ સુધી પહોંચવાની પણ ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી હતી .જુના સર્કિટ હાઉસ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, ભાવેશ ગોઠી સહિતના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.બોક્સ..જિલ્લા કોંગ્રેસ સમિતિ પાટણ દ્વારા ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની ખાસ ઉપસ્થિત માં કોવિડ 19 ન્યાયયાત્રા અંતર્ગત આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક આઈબી વિભાગના અધિકારી ની ઉપસ્થિતિ ધ્યાનમાં આવતા જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં આગેવાનોએ આઈબી વિભાગના અધિકારીને આ કોઈ જાહેર કાર્યક્રમ ન હોવાનું જણાવતા તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં ચાલતી પકડી હતી.