કોરોના ની મહામારી માં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી ને દત્તક લઇ ભણતરનો તમામ ખર્ચ ઉપાડશે અજય લોરિયા

0
14

મોરબી કોરોના ની મહામારી માં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે મોરબી જિલ્લા નાં તમામ મજૂર,તેમજ તમામ જ્ઞાતિ જાતી ના પરિવાર ને કોરોના નાં કપરા સમય માં 24 કલાક તન,મન અને ધન થી હોસ્પિટલ તેમજ દવા વગેરે માં મદદ કરનાર… નાની ઉંમર માં ભામાશા નું બિરૂદ જેમને મળ્યું છે તેવા જિલ્લા પંચાયત નાં ચેરમેન “અજય ભાઈ લોરિયા ” સદા માનવતા ની મહેક મહેકાવનાર . અજય ભાઈ લોરિયા “સેવા એજ સંપતિ” નામ ની સંસ્થા પણ ચલાવે છે.દેશ નાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ શહીદ થઈ જાય તો તેમના પરિવાર ને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરનાર અજય ભાઈ લોરિયા….. કોરોના ની મહામારી માં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી “ત્રિશા રાઠોડ” ને અજય ભાઈ લોરિયા એ માનવતા ની મહેક મહેકાવી ને ઢીંગલી ને એજ્યુકેશન (ભણતર) આપવા માટે તમામ ખર્ચો ઉપાડી અને દતક લીધી. રાજનીતિ માં રહી ને પણ ગરીબ અને નિરાધાર લોકો ની સેવા કરી શકાય છે અજય ભાઈ એ સાબિત કરી દીધું.

રીપોર્ટર.. મયંક દેવમુરારી ..મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here