કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધારપુર હોસ્પિટલ ની મુલાકાત લીધી

0
3

પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ધારપુર ખાતે કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી માટે મુલાકાત લીધી હતી. કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટ માટે અલગ વોર્ડ તેમજ વ્યવસ્થનું નિરીક્ષણ જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવીકે બેડ, ઓક્સિજન, દવાઓ વગેરેની માહિતી મેળવી હતી. કોરોનાની સંભવિત અસરને પહોંચી વળવા તેઓએ સ્ટાફને જારૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની મુલાકાત દરમિયાન ધારપુર હોસ્પિટલના ડૉ.મનીષ રામાવત, ડૉ.હિતેશ ગોસાઈ, પી.આઇ.યુના શ્રી પારસ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદ પ્રજાપતિ તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here