પાટણ ખાતે સાત સૈયદ ની જગ્યા ખાતે સામાજિક સમરસતા નું આયોજન કરાયું..પાટણ તા.20ધમૅ ની નગરી પાટણ શહેરમાં દરેક ધર્મ નાં ધાર્મિક તહેવારો કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવામાં આવતા હોય છે ત્યારે રવીવાર ના રોજ પાટણ શહેરના જુનાગંજ બજાર વિસ્તારમાં આવેલ કૃષ્ણ સિનેમાની સામેની સાત સૈયદ ની જગ્યા ખાતે (ર.અ) ના પવિત્ર દિવસ નિમિત્તે જગ્યાના ખાદીમ આરીફ બાપુ દ્વારા સામાજિક સમરસતા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘણા બધા હિન્દૂ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ એ દર્શન નો લહાવો લીધો હતો. હિંદુ મુસ્લિમ સમાજ ના વિવિધ અગ્રણીઓએ હાજરી આપી કોમી એકતા, સદભાવના અને ભાઈચારો જ સૂફી સંતો નો મુખ્ય સંદેશ હતો તેમ જણાવી સૌ સમાજ ના લોકો ને ભાઈચારો,કોમી સદભાવના, અને કોમી એખલાસ સ્થાપી દેશ ને પ્રગતિ ના પંથે લઈ જવા પર ભાર મુક્યો હતો. અને આવા મહાન સૂફી સંતો ના સંદેશ ને જીવન માં ઉતારી માનવતાના મૂલ્યો ને ઉજાગર કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે આરીફ બાપુ સાથે ભૂરાભાઈ સૈયદ, કાદર ભાઈ કાદરી, યુસુફ ખાન બલોચ, યાસીન મીરઝા, શરીફ ભાઈ પીરજાદા, ભાવેશ ભાઈ ગોઠી, નજીર ભાઈ મકરાણી, ઝાકીર કુરેશી, તેમજ હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી સમગ્ર વિશ્વમાં ભાઈચારાની ભાવના બની રહે તેવી અલ્લાતાલા ને બંદગી કરી હતી.