સાબરકાંઠા જિલ્લાના તલોદ ના કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના સહાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તલોદ મામલતદાર કચેરી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જેમાં સહાય આપો સહાય આપો ચાર લાખની સહાય આપો વગેરેના સૂત્રોચ્ચાર કર્યા હતા આ પ્રસંગે તલોદ પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવેદનપત્રમાં કોરોના મૃત્યુ થયેલા લોકોને 50હજારની જગ્યાએ ચાર લાખની સહાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાજપ સરકાર પોતાના ખર્ચા મંત્રીઓને નવીન ગાડી હેલિકોપ્ટર વગેરે બંધ કરી મૃતકોને સહાય મળે તે માટે આજરોજ તલોદ મામલતદાર એચ એલ ચૌહાણ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદારે જણાવ્યું હતું કે તમારી રજૂઆત સરકાર સમક્ષ કરીશ આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવત સિંહ ઝાલા શહેર પ્રમુખ ખોડ ભાઈ દેસાઈ ,વિરોધ પક્ષના નેતા પ્રભાત સોલંકી ,કોંગ્રેસ તાલુકા સદસ્ય ,જિલ્લા સદસ્ય ,યુવા કોંગ્રેસ તલોદ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કમલેશ પટેલ તલોદ