કેશોદ અમન યુવા ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓ સહીત ૨૨૫ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

0
0

કેશોદ ખાતે અમન યુવા ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ સમાજના ધોરણ ૧ થી ૧૨ અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
તમામ ધોરણના ૧ થી ૩ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શિલ્ડ અને ઇનામો અને બાકીના તમામ ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનીત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારી શાળાના આચાર્ય હુસેનભાઈ સેતા, એકતા ફાઉન્ડેશન ના પ્રમુખ હા.અયુબ બાંગરા , સેક્રેટરી કાસીબ શમા, ડો યાસીન પદા, સરકારી આઇટીઆઈ ના શિક્ષક ઉવેસ મન્સુર, જુનેદ પઠાણ, હારુનભાઈ સર્વદી સહિતના મહેમાનોએ હાજરી આપી હતી.
હુસેનભાઈ સેતા દ્વારા વાલીઓને આળસ દૂર કરી બાળકોને આગળ અભ્યાસ કરાવવા માટે અપીલ કરી હતી, કાસીબ શમા દ્વારા ભણતરની સાથે સાથે સરકારી અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. હારુનભાઈ સર્વદી દ્વારા સન્માન થી વિધાર્થીઓનો ઉત્સાહ વધે છે અને આગળ વધે છે અને કેશોદમાં મુસ્લિમ સમાજના વિધાર્થીઓના સન્માનનો આ પ્રથમ કાર્યક્રમ હોય આવતા વર્ષથી આનાથી મોટો કાર્યક્રમ થાય અને તે વાતને લોકોએ વધાવી લીધી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ઇબ્રાહિમ દલ, મૌલાના હારુન જેઠવા, રાહીલ બખાઈ, રઇસ વાજા, યાસીન જેઠવા, ઉવેસ સોઢા, આસીફ મહિડા અને અમન યુવા ગ્રુપ કેશોદના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઇરફાન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here