કેશોદમાં ધારાસભ્ય માં થી મંત્રી બનેલાં દેવાભાઈ માલમ નું ઉત્સાહભેર કરવામાં આવ્યું સ્વાગત સન્માન…

0
6

કેશોદ શહેર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરો નાં ઉત્સાહ વચ્ચે સાંસદ અને જીલ્લા પ્રમુખ ની સુચક ગેરહાજરી… કેશોદ: કેશોદના નાનકડાં એવાં થલી ગામનાં સામાન્ય ખેડૂત દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા પંચાયત નાં સદસ્ય તરીકે ચૂંટાયા બાદ ધારાસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર અનામત આંદોલનના જુવાળ વચ્ચે સમગ્ર જિલ્લામાં વિજેતા બન્યા હતાં ત્યારે સાબિત કરી બતાવ્યું હતું કે લોકસંપર્ક અને નાનાં નાનાં કાર્યકરો અને દરેક વ્યક્તિ સાથે ઘરોબો કેળવ્યો હોય તો પરિણામ ગમે એવી પરિસ્થિતિ ઉભી થાય બદલી શકાય નહીં. સરળ અને સૌમ્ય સ્વભાવ ધરાવતાં દેવાભાઈ માલમ ની નવાં રચાયેલાં મંત્રી મંડળ માં રાજ્ય કક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી સૌને અચંબામાં નાખી દિધા હતાં. ગુજરાત રાજ્ય સરકાર નાં મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત જન્મભૂમિ કર્મભૂમિ કેશોદ ધારાસભા મતવિસ્તારમાં પધારતા કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદ બાયપાસ થી બાઈક રેલી કાઢી શહેરનાં મુખ્ય માર્ગો પર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેશોદ નાં ચાર ચોક વિસ્તારમાં ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર કરી શરદ ચોક ખાતે વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરી ઔદીચ્ય ગોહિલવાડી બ્રોડીગ ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમ માં કાફલો પહોંચ્યો હતો. કેશોદ શહેર નાં વિવિધ સીતેરેક સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને સમાજ જ્ઞાતિના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સામાન્ય ખેડૂત માં થી મંત્રી બનેલાં દેવાભાઈ માલમ ગદગદીત થઈ ગયાં હતાં. સતા ને સલામ એ વાક્ય ને સત્ય નજીક લઈ જાય એમ ઘણાં મને કમને અભિવાદન કરતા નજરે પડ્યા હતાં. કેશોદના મંત્રી નાં અભિવાદન કાર્યક્રમ માં આ સંસદીય મતવિસ્તાર નાં સાંસદ અને જીલ્લા ભાજપના પ્રમુખ ની સુચક ગેરહાજરી સૌને ઉડી ને આંખે વળગી હતી. કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જેનાં યજમાન પદે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું એ મંચસ્થ સ્થાન શોભાવી રહ્યાં હતાં બાકી લાગણી અને સ્નેહ નાં તાંતણે બંધાયેલા આગેવાનો અને નગરશ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ ભુપેન્દ્રભાઈ જોષી એ કર્યું હતું.

વસીમખાન બેલીમ …માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here