કેવડીયા કોલોની ( સ્ટેચ્યું ઓફ યુનિટી) ખાતે રાજાશાહીની ભવ્ય વિરાસતને મ્યુઝિયમ બનાવવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આવકારતા ગોંડલ રાજવી પરિવાર…

0
69

અખંડ ભારતના શીલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓ એકત્રિત કરીને અખંડ ભારતની સ્થાપના કરી છે.આ સાથે જ દેશની જનતાને વિશ્ર્વની એક સૌથી મોટી લોકશાહી અર્પણ કરી છે.જેમને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કેવડીયા કોલોની ખાતે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ એવા વિરાટ માનવીની વિરાટ પ્રતિમા બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો છે.ગુજરાતનું ગૌરવ કહી શકાય એ સ્ટેચ્યું ઓફ યુનિટી આજે દેશ વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાની સાથે દેશને પણ ગૌરવ અપાવી રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓ એકત્રીત કરીને અખંડ ભારતની રચના કરી છે.અને તેમની સ્મૃતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત કરેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ની સાથે ભારતના ૫૬૨ રજવાડાઓની ભવ્ય વિરાસતનો ઈતિહાસ જોડાયેલો છે. અખંડ ભારત ની રચના માં ભારત ના રાજવીઓએ હસ્તા મુખે તુલસીના પાંદડે પોતાના રજવાડાઓ દેશ ને સમર્પિત કર્યા છે. આઝાદી પહેલાના રજવાડાઓની વિરાસતનો ઈતિહાસ લુપ્ત ન થાય અને આવનારી પેઢીઓમાં રજવાડાઓનો ભવ્ય ભૂતકાળ કાયમી ધબકતો રહે તેવા શુભ હેતુ સાથે કેવડીયા કોલોની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્ષત્રિય સમાજની માંગ સંતોસી છે તે બદલ ગોંડલ રાજવી પરિવાર ના શ્રી હિમાંશુસિંહજી ઓફ ગોંડલ એ આ નિર્ણય ને હૃદય પૂર્વક આવકર્યો છે.
તેમજ શુભકામનાઓ પાઠવી છે…

આશિષ વ્યાસ,દિપ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here