કુંડલી CRC ખાતે DPEO સાહેબ ના માર્ગદર્શન હેઠળ FLN પુસ્તિકા નું વિમોચન

0
12

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુંડલી CRCમાં ડૉ. મેહુલભાઈ રાવત ની લાડલી દીકરી (તિથિ)ના જન્મ દિવસ નિમિત્તે તેમના સહયોગથી FLN પુસ્તિકા નું વિમોચન માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું. આજ રોજ લીમખેડા તાલુકા ના કુંડલી CRC ખાતે ૫૦૦ નંગ FLN પુસ્તિકા ના વિમોચન માટે નો કાર્યક્રમ યોજાયો. આખા ક્લસ્ટર ની તમામ શાળા ઓમાં ૧૫૦૦ પુસ્તિકાનું દાતા ઓના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શ્રી સરતનભાઈ ચૌહાણ, BRC કો.કલ્પેશભાઈ પટેલ, શ્રીબળવંતસિંહ રાવત, મનહરભાઈ પટેલ, તાલુકા સભ્ય રાધાબેન બારીયા, CRC બાર મેહુલભાઈ ચૌધરી, CRC ડાભડા કિરણભાઈ બારીયા, જિલ્લા યુવા મહામંત્રી રાહુલ રાવત, ICDS ના સુપરવાઈઝર કમળાબેન, શૈ.મહાસંઘ ના મંત્રી શ્રી શનુભાઈ, CRC મુવાલીયા જનકભાઈ પટેલરાવત, આ ક્લસ્ટર ના CRC co. શ્રી દેસિંગભાઈ તડવી, ડૉ. મેહુલભાઈ રાવત, ડૉ. અવની રાવત, સરપંચ શ્રી, તેમજ smc અધ્યક્ષ મુલાભાઈ તથા શ્રી, ગોબરભાઈ,સુરજભાઈ, ધર્મેશભાઇ, શાળાના આચાર્ય ભીખાભાઇ ડામોર તથા ગામના આગેવાનો, શાળા સ્ટાફ, બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here