કાયદા વિદ્યા શાખાના એલ.એલ.બી.સેમ-૩ ની પરીક્ષા મુલત્વી અથવા ઓપ્શન આપવા રજૂઆત.

0
4

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પરિક્ષા નાં આયોજન માટે આપેલ માગૅદશૅન મુજબ પરિક્ષા નું આયોજન કરવા માંગ..

પાટણ તા.17
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયદા વિદ્યા શાખામાં એલ.એલ.બી. સેમ-૩ ની આગામી તા.20 જાન્યુઆરી થી યોજાનાર પરીક્ષા ઓફલાઇન થી લેવાનું નકકી થયેલ છે. જે બાબતે સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત પરિક્ષા કોરોના ની સંકમણ ને ધ્યાનમાં રાખીને મુલત્વી રાખવા અથવા ઓન લાઇન લેવા રજૂઆત કરવામાં આવી હતી.
વિધાર્થીઓ દ્વારા કરાયેલી રજૂઆતમાં વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહેલા છે. ત્યારે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષાનો ઓપ્શન આપવો અથવા પરીક્ષા સ્થગીત કરી કોરોનાની સ્થીતી નોર્મલ થાય તે સમયે પરીક્ષા લેવાવી જોઇએ તો બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા પરીક્ષાઓના આયોજન માટે યુનિવર્સિટીઓને માર્ગદર્શન આપેલ છે. જે મુજબ યુનિવર્સિટી ઓનલાઇન/એસાઇમેન્ટ બેઝ ઇ-વેલ્યુએશન/રીસર્ચ પેપર દ્વારા પરીક્ષા યોજી શકે છે. ત્યારે વિધાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખીને આગામી તા.20 જાન્યુઆરી થી યોજાનાર પરિક્ષા મુલત્વી રાખવા અથવા ઓપ્શન આપવાની રજૂઆત વિધાર્થીઓ દ્વારા યુનિવર્સિટી સતાધીશો સહિત કારોબારી સભ્યો ને કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here