કાંકરેજ તાલુકા શિહોરી હાઇવે ગટરો તેમજ કચરો સાફ સફાઈ કરવા શિહોરી વહેપારી મંડળની માંગ અંતે રંગ લાવી…

0
11


હાઇવે ઓથોરિટી ના સફાઈ કોન્ટ્રાક્ટર રૂબરૂ આવતા શિહોરી હાઈવે સર્વિસ રોડ તૂટેલી ગટરના ઢાંકણા ગટરમાં પડેલી ગંદકી ચારેબાજુ ઉગી નીકળેલા ગાડા બાવળો અને કચરાના ઢગ બતાવી સંપૂર્ણ સફાઈ ની માગણી મૂકી હતી.
અને નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે….

ગઈ 14 તારીખે નાયબ કલેકટર શ્રી ડીસા અરજદાર વેપારી વિકાસ મહામંડળ શિહોરી એ આપેલ આવેદનપત્ર હાઇવે ઓથોરિટી વિરુદ્ધ ગટરની સફાઇ ગંદકીની સફાઇ અને સર્વિસ રોડના ખાડા પુરવા તે બાબતે બંને પક્ષોને રૂબરૂ બોલાવેલ બંને પક્ષની રજૂઆત સાંભળી એક મહિનાની અંદર હાઇવે ઓથોરિટી હાઇવે ના ખાડા ચારેબાજુ ઉગી નીકળેલા ગાડા બાવળ સાફ કરવા ના ખાડા પૂરવા હાઇવે સર્વિસ રોડની ગટરો સંપૂર્ણપણે સફાઈ કરવી મહિનામાં એકવાર આવી રૂબરૂ સફાઈ કરવી જેના અનુસંધાનમાં આજરોજ હાઇવે ઓથોરિટી સફાઇ ઝુંબેશ ચાલુ કરી હતી.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here