કાંકરેજ તાલુકા ના ખીમાણાથી આકોલીવાળા કાચા માર્ગને પેવર બનાવવાં પ્રજાની ઉગ્ર માંગ….

0
11

હાલમાં આ માર્ગ પર ભારે કાદવકિચડનું સામ્રાજ્ય છવાઈ જતાં આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ સહિત પશુપાલકો / ખેડૂતો તેમજ રહીશોને ભારે અગવડ પડી રહી છે.બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં ખીમાણા સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે આવેલ શ્રી હનુમાનજી દાદાનાં મંદિરથી પસાર થતો કાચો માર્ગ આકોલીવાળા માર્ગ તરીકે ઓળખાય છે ત્યારે અહીંથી આકોલી માત્ર પાંચથી છ કિલોમીટર જેટલું થાય છે. જોકે આ માર્ગ દરસાલ ચોમાસા દરમ્યાન ભારે કાદવકિચડમાં ગરકાવ થઈ જતો હોવાથી આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ સહિત પશુપાલકો / ખેડૂતો તેમજ આમ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આ માર્ગ ઉપરથી પસાર થવા માટે માર્ગની બંને સાઈડ ભયંકર કંટકોમાંથી વીંધાઇને પસાર થવું પડે છે…
જોકે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારનાં ખેડૂતો / પશુપાલકો અને રહીશો સહિત માસુમ નાનાં ભૂલકા વિદ્યાર્થીઓને ભયન્કર કંટકોમાંથી વીંધાઇને પસાર થવું પડે ત્યારે વિકાસની બંગ પોકારતા સ્થાનિક નેતાઓને કેમ આ વિસ્તારની પ્રજાની પીડા અને વેદનાં નહી દેખાતી હોય તેવું કહેવું ખરે ખર સહેજેય અતિશયોક્તિભર્યું નાં કહી શકાય….
હાલમાં કાંકરેજમાં ધારાસભ્યશ્રી ભાજપના છે.. રાજ્યમાં તેમજ કેદ્રમાં પણ ભારતિય જનતા પાર્ટીની સરકાર છે.અને એમાંય કાંકરેજ ધારાસભ્યશ્રીની ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પસંદગી થઈ છે ત્યારે આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ તેમજ પ્રજાની સમસ્યાને ધ્યાને લઇ ખીમાણાથી આકોલી વાળો કાચો માર્ગ પાકો બનાવી પ્રજા અને વિદ્યાર્થીઓને ભયન્કર કંટકોમાં વીંધાતા બચાવશે ખરાં….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here