કાંકરેજ તાલુકામાં થરા નેશનલ હાઇવે પર પાણી ભરાઈ આવતા ઓટો રિક્ષા ખાડા માં ખાબકી……

0
12

આજ રોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે સર્વિસ રોડ પર ઓટો રિક્ષા પાણી ભરાઈ આવતા મોટા ખાડા માં ખાબકી હતી. કાંકરેજ તાલુકાના થરા ખાતે વેપારી મથક દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની અર્થ તંત્ર દ્વારા ધ્યાન માં ન લેતા આજ રોજ ઓટો રિક્ષા પાણી ભરાઈ જતાં રસ્તામાં મોટા ભાગના ખાડા પડી ગયા છે. જે પાણી ભરાઈ આવતા આ ખાડા મુસાફરો ને દેખાઈ આવતા નથી. જેને કારણે મુસાફરો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. થરા ખાતે વેપારી દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અનેક વાર મીડિયા દ્વારા રજૂઆત કરવા છતાં અર્થ તંત્ર ઘોર નિદ્રામાં સુતું હોય તેવું લાગી રહ્યું છે. ફરી આજ રોજ આ મીડિયા ના અહેવાલ થી નેશનલ હાઇવે ઓટોરિટી વાળા જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર …કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here