
કાંકરેજ તાલુકામાં થરા ખાતે આવેલ તાણા રોડ શિશુ મંદિર ખાતે આજ રોજ ૭૫માં આઝાદી વર્ષના મહોત્સવ નિમિત્તે આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં. ડોકટર ભરતભાઈ પટેલ તેમજ વસંતભાઈ રોહિત તેમજ રમણભાઈ પ્રજાપતિ તેમજ દિનેશભાઈ ચૌધરી તેમજ વિનોદ પુરી ગોસ્વામી તેમજ કાજલબેન શાસ્ત્રી તેમજ જમનાબેન અટોષ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ તેમજ નિશુલ્ક આર્યુવેદિક તથા હોમિયોપેથિક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના થરા વિસ્તારના આજુબાજુના લોકોએ બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા