કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં થી રેતી ભરીને જતી પાંચ ટર્બો ટ્રક ઝડપી પાડતી શિહોરી પોલીસ……

0
5

બનાસકાંઠા..

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન બાબતે અનેક વખત સ્થાનિક પોલીસ અથવા તો પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરી ને બિન અધિકૃત રીતે ટર્બો ટ્રક ઝડપી પાડવામાં આવે છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ દરમિયાન કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના સીમાડા ને અડીને આવેલ દેલિયાથરા ની નદીના પટમાં થી રેતી ભરીને જતી પાંચ ટર્બો ટ્રક ઝડપી પાડી હતી અને પાલનપુર ભૂસ્તર વિભાગ ને જાણ કરવામા આવી છે ત્યારે હવે ભૂમાફિયા માં ફફડાટ ફેલાયો છે ત્યારે કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ચર્ચાના ચકડોળે ચડવા પામ્યુ છે. અને મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ડ્રાઈવર બારોટ દ્વારા સેટિંગ કરી ને દરેક ગાડીઓ તેમજ લીઝ ધારકો પાસેથી મોટા પ્રમાણમાં હપ્તા ગોઠવાયેલ હોવાનું કહેવાય છે ત્યારે હવે દિવાળી પર બેફામ દોડતી રેતી ભરીને જતી ટર્બો ટ્રક ઉપર કોઈ પણ પ્રકારની તાડપત્રી ઢાંક્યા વગર જાહેર માર્ગો પર તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે ત્યારે પણ સ્થાનિક તંત્ર દ્વારા મગનું નામ મરી પાડતા નથી પરંતુ આ રાજ્યસ્થાન ના ઉદેપુર રેતી ભરીને જતી પાંચ ટર્બો ટ્રક શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી કરી લાખો રૂપિયા ના મુદ્દામાલ કબજે કરી ને પાલનપુર ભૂસ્તર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ત્યારે શિહોરી પોલીસ ની સુંદર કામગીરી બદલ અભિનંદન ને પાત્ર છે ત્યારે હવે પાલનપુર ભૂસ્તર વિભાગ તથા કાંકરેજ મામલતદાર દ્વારા અનેક જગ્યાએ ચાલતું રેતી ખનન કયારે અટકાવવામાં આવશે તે જોવું રહ્યું…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here