કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ની ચુંટણી માં વોર્ડ નં .3.ના પ્રમુખ તરીકે દાવેદાર માનવામાં આવે છે એવા વાઘેલા પૃથ્વીરાજસિંહ વાઘેલા ની પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી.

0
3

જોકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દરજી ગાયત્રીબેન હર્ષદભાઈ એ પોતાની વ્યક્તિગત રીતે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેમાં કોંગ્રેસ પક્ષના સચિન ભીખાભાઈ જોષી અને વિજાબેન સોરાબજી જગાની એ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેમાં વોર્ડ નં 3 બિન હરીફ જાહેર થતાં ભાજપના કાર્યકરો માં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પ્રભારી સુરેશ શાહ ની રાહબારી હેઠળ થરા નગરપાલિકા ની ચુંટણી બાબતે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ તથા ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરી ને ભાજપ ને સત્તા પર લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે વોર્ડ નં.2 ના મમતાબેન ઓધારજી તેરવાડિયા એ પણ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો હતો ત્યારે હવે 56 ઉમેદવારો માંથી 4 ફોર્મ પરત ખેંચતા 52 ઉમેદવારો મેદાનમાં ઝંપલાવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સુરેશ શાહ. પૃથ્વીરાજસિંહ વાઘેલા. કિરીટભાઈ ઠકકર. અણદા ભાઈ પટેલ. મહોબતસિંહ વાઘેલા. હંસ પૂરી ગૌસ્વામી. સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના વોર્ડ નં.3.ના વાઘેલા પૃથ્વીરાજસિંહ ને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી નો વિજય નિશ્ચિત માનવામાં આવે છે એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કેટલી હદે ટક્કર આપવા માટે સક્ષમ દાખવશે તે મતદારો ને રીઝવવા પર આધારિત છે ત્યારે થરા નગરપાલિકા ના રોડ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિત અન્ય તળાવ ની કામગીરી તેમજ લોકોને પડતી હાલાકી અંગે ના જુદા જુદા લોકહિત માટે ના મુદ્દાઓ પર મતદારો નો મિજાજ રંગ લાવશે તેવી રાજકીય પક્ષો વચ્ચે અટકળો વહેતી થઈ છે ત્યારે હવે થરા નગરપાલિકા માં ભગવો લહેરાય એમાં બે મત નથી..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here