કાંકરેજ તાલુકાના સોહનપુરા ગામે રસ્તા માં વરસાદી પાણી ભરાતા લૉકો ચાલવા બન્યા મજબૂર…..

0
18

કાંકરેજ તાલુકાના સોહનપુરા ગામ એક તાલુકાનું સેવાડા નું ગામ છે.રસ્તા પર વરસાદી પાણી ભરાતા રસ્તા પર કાદવ કીચડ થતાં ગામલોકો ને તેમજ બાળકોને ગંદકી માં ચાલવા મજબૂર બન્યા છે. સુદ્રોસણ ગામના લોકોને કાદવ કીચડ ના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સોહનપુરા ગામના મંદિરે દર્શન કરવા માટે જવા માં પણ કાદવ કીચડ થતાં ગામલોકો તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ગામના સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી દ્વારા અર્થ તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વાત સાંભળવામાં આવતી નથી. કાદવ કીચડ ની ગંદકી ના કારણે રોગ ચાળો ફાટી જવાની સંભાવના રહેલી છે. આ સોહનપૂરા ગામે ગંદવાડ ત્યાં મંદવાડ જેવા સૂત્રોચ્ચાર લાગુ પડી રહ્યા છે ત્યારે આ મીડિયા ના અહેવાલ થી અર્થ તંત્ર જાગશે કે પસી આંખ આડા કાન કરશે તે આવનાર સમય જ બતાવશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here