કાંકરેજ તાલુકાના સુદ્રોસણ ગામે વરસાદી પાણી ભરાતા રસ્તા પર કાદવ કીચડ થતાં ગંકીનું સામ્રાજ્ય…..

0
169

કાંકરેજ તાલુકાના સુદ્રોસણ ગામ એક તાલુકાનું સેવાડા નું ગામ છે.રસ્તા પર વરસાદી પાણી ભરાતા રસ્તા પર કાદવ કીચડ થતાં ગામલોકો ને તેમજ બાળકોને ગંદકી માં ચાલવા મજબૂર બન્યા છે. સુદ્રોસણ ગામના લોકોને કાદવ કીચડ ના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સુદ્રોસણ ગામના મંદિરે દર્શન કરવા માટે જવા માં પણ કાદવ કીચડ થતાં ગામલોકો તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ગામ લોકો દ્વારા સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અર્થતંત્ર ઘોર નિદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે તેમજ ગામના સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વાત સાંભળવામાં આવતી નથી. કાદવ કીચડ ની ગંદકી ના કારણે રોગ ચાળો ફાટી જવાની સંભાવના રહેલી છે. આ સુદ્રોસણ ગામે ગંદવાડ ત્યાં મંદવાડ જેવા સૂત્રોચ્ચાર લાગુ પડી રહ્યા છે ત્યારે આ મીડિયા ના અહેવાલ થી અર્થ તંત્ર જાગશે કે પસી આંખ આડા કાન કરશે તે આવનાર સમય જ બતાવશે….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here