કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રેલી નું આયોજન..

0
12

કાંકરેજ તાલુકા માં સામાન્ય ગ્રામ પંચાયતો ની ચુંટણી માં સરપંચ અને સભ્યો ની ચૂંટણી યોજાશે જેમાં 12 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે ત્યારે હવે 43 ગ્રામ પંચાયતો ની ચુંટણી માં મતદાન યોજાશે. શિહોરી ગ્રામ પંચાયત સરપંચ ની ચૂંટણી માં સરપંચ તરિકે પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મતદારો ને રીઝવવા માટે પ્રયાસો હાથ ધર્યા . શિહોરી ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર ડાભી ઝેણુભા મફાજી એ મોટી સંખ્યામાં લોકો સાથે રેલી યોજી ને વિકાસના કામો કરવા માટે મતદારો ને ખાત્રી આપી હતી ત્યારે શાન્તુભા પનજી અને પોપટસિંહ જીવાજી ડાભી એ પણ રેલીઓ કાઢી ને મતદારો ને રીઝવવા માટે વિકાસ ના કામો માટે કાળજી રાખીને રોડ રસ્તા પાણી ની સુવિધા માટે ખાતરી આપી હતી ત્યારે હવે શિહોરી ગ્રામ પંચાયત સરપંચ ની ચૂંટણી માં કાંટાની ટક્કર જેવી ચૂંટણી યોજાશે. શિહોરી ગ્રામ પંચાયત માં છેલ્લા કેટલાય સમયથી પાણી ની સુવિધા અંગે તાલુકા પંચાયત કચેરી માં રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પરિસ્થિતિ જૈસે થે જ છે. ત્યારે રબારી વાસ માં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું ન હોવાથી ઉમેદવારો દ્વારા ટેન્કર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ જશે ત્યારે જો પરિસ્થિતિ જૈસે થે જ રહેશે તો લોકોને હાલાકી વેઠવી પડશે. માટે હવે મતદારો દ્વારા પોતાના મતાધિકાર નો ઉપયોગ એવા ઉમેદવાર ને કરશે કે જે પ્રથમ પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાવે. બાકી તો જીઆઇડીસી તેમજ બસ સ્ટેન્ડ ની સુવિધાઓ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ખોરંભે ચડી ગઈ છે ત્યારે હવે ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ સવારે આઠ વાગ્યે મતદાન મથકો ઉપર મતદારો નો મત આપી ને જે ઉમેદવાર નું ભાવિ પેટીમાં પુરાયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવે ત્યારે કોણ બનશે સરપંચ? અને શોહોરી નગર ના લોકો કેવા સરપંચ ને પસંદ કરશે તે આવનાર સમય જ બતાવશે પરંતુ હાલમાં તો જીત ના દાવા સૌ કોઈ ઉમેદવારો કરી રહ્યા છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here