પાટણ ખાતે અભ્યાસ કરવા માટે જતા 100 જેટલા વિદ્યાર્થીઓ ને બસ ની સુવિધા ન મળતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને સ્થાનિક વિદ્યાર્થીઓ ને સમજાવી બસમાં બેસાડ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો પરંતુ પાટણ. દિયોદર અને થરા ડેપો મેનેજર ને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ બસ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી નથી ત્યારે હવે કોરોના મહામારી બાદ સ્કૂલો કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે કંબોઇ ચોકડી પર આજુબાજુ ના ગામડાના વિદ્યાર્થીઓ ને બસ ની સુવિધા પ્રાપ્ત થઈ નથી ત્યારે કંબોઇ ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકી ને વિરોધ કર્યો હતો
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર .. કાંકરેજ બનાસકાંઠા