કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા ની ચુંટણી ના પડઘમ શાંત…

0
13

બનાસકાંઠા….

કાંકરેજ મામલતદાર કચેરીમાં મુખ્ય ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર શ્રી એફ.બી. બાબી ની અઘ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં દરેક બુથો પર ઝોનલ ઓફિસર અને પ્રેસાઈડિંગ ને મતદાન મથકો પર ખાસ ધ્યાન રાખીને મતદારો ને મતદાન કરવા માટે જાણકારી આપી હતી જેમાં થરા નગરપાલિકા ના કુલ મળીને 6 વૉર્ડ આવેલ છે અને વોર્ડ નં 3 બિન હરીફ જાહેર થતાં હવે પાંચ વોર્ડ.1.2.4.5.6 આ વોર્ડમાં મતદાન યોજાશે જેમાં 15 મતદાન મથકો અને 15 ઇવીએમ મશીન મુકાશે અને 10 ઇવીએમ મશીન રિઝર્વ એમ કુલ મળીને 25 ઇવીએમ મશીન થરા નગરપાલિકા ચુંટણી માં રાખવામાં આવશે.15 મતદાન મથકો માં સદુભા પાટી અને સી. એમ. ગર્લ્સ હાઇસ્કુલ આ બંને મતદાન મથકો સંવેદનશીલ હોવાથી નોડલ ઓફિસર શ્રી પી.એચ. ચૌધરી dysp દિયોદર ના માર્ગદર્શન હેઠળ પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં 1 dysp.1 P.I.5 પીએસઆઇ.162 asi. HC.pc અને 8 SRP તેમજ 28 જી આર ડી જવાનો તૈનાત રહેશે એમ કુલ મળીને.204 નો કાફલો ખડકી દેવામાં આવશે ત્યારે થરા નગરપાલિકા ની ચુંટણી માં ભાજપ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ૩/૧૦/૨૦૨૧ ના રોજ સવારે આઠ વાગ્યે મતદાન શરૂ કરવામાં આવશે ત્યારે દરેક ઉમેદવારો ના ભાવિ પેટીમાં પુરાશે અને પાંચમી તારીખે કોણ વિજેતા જાહેર થશે તેની અટકળો વચ્ચે શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી સત્તા માટે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નં એકમાં અંદાજે 2280 સ્ત્રી પુરુષ મતદારો છે. વૉર્ડ નંબર બે માં 2200 વૉર્ડ નંબર. ચાર માં 2200 વોર્ડ નં પાંચમા 2100જયારે વૉર્ડ નંબર છ માં 2500જેટલા અંદાજિત મતદારો મતદાન કરશે જોકે 11430 આસપાસ નું મતદાન રહેશે કારણ કે વોર્ડ નં ત્રણ ના અંદાજે 2100 બાદ કરતાં બાકીના 11430 જેમાં સ્ત્રી 6829 અને પુરુષ 7322 ટોટલ અંદાજિત આંકડા પ્રમાણે અપડેટ્સ જાણી શકાય છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની 16 થી 17 સીટ તો વિજયી બને એમાં કોઈ બેમત નથી પણ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે ગઠબંધન કરે તો નવાઈ નહિ પણ નિખાલસ ભાવે તો ભારતીય જનતા પાર્ટી થરા નગરપાલિકા ની સત્તા નું સુકાન સંભાળી લે એમાં કોઈ બેમત નથી. જોકે બે સંવેદનશીલ મતદાન મથકો પર અજંપાભરી સ્થિતિ હોવાથી પોલીસ તંત્ર ની બાજ નજર હેઠળ મતદાન કરવામાં આવશે ત્યારે પૃથ્વીરાજ વાઘેલા ને વોર્ડ નં ત્રણ માં બિન હરીફ જાહેર થતાં પ્રમુખ તરીકે દાવેદાર માનવામાં આવે છે પરંતુ રાજ રમત માં ક્યારે અને કોને શિરે પાઘડી બંધાશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડે બાકી તો થરા નગરપાલિકા ની ચુંટણી નો ત્રિપાંખિયો જંગ જામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here