કાંકરેજ તાલુકાના વડા ગામમાં આવેલ સંત રોહીદાસ નગર માં બનાવેલ કમિટી હોલ અને પીવાના પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન……..

0
7

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વડા ગ્રામ પંચાયત ના અટુંબિયાવાસ વિસ્તાર બાજુ આવેલ સંત રોહીદાસ નગર માં બનાવેલ કમિટી હોલ અને પીવાના પાણીની ટાંકી છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં જોવા મળે છે ત્યારે પાણીની ટાંકી બનાવવામાં આવેલી છે ત્યારે એમાં પાણીનું ટીંપુ પણ ભરાયું નથી અને કમિટી હોલમાં પણ કોઈ માણસ બેઠું જ નહીં હોય કારણ કે જે જગ્યાએ જેતે સમયે ઢેફાં માટી જેવું બાંધકામ કરી ને તાલુકાના અધિકારીઓ દ્વારા મીલીભગત થી પત્રમ પુષ્પમ કરી ને બિલ મંજુર કરી દીધેલ છે ત્યારે આ તકનો ફાયદો ફકત જેતે સમયે સરપંચ અને કોન્ટ્રાકટર ને મળ્યો હશે. પરંતુ જયારે કોઈ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો એનો સદુપયોગ કરવો જોઇએ અને માણસ ને કામ લાગે એવો હોવો જોઇએ પરંતુ આ સમસ્યા તો ના તો પશુઓ માટે પાણી માટે કે માણસ ને બેસવા માટે એકેય બાજુ આ કમિટી હોલ અને પીવાના પાણીની ટાંકી કોઈ જ કામ ની નથિ ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી ઉઠવા પામી છે અને સ્થાનિક લોકો ને ધમકીઓ મળતી હોવાથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી નથી પરંતુ મીડિયા કવરેજ દરમિયાન અવાવર જગ્યાએ ગાંડા બાવળ ઉગી નીકળ્યાં છે અને વડા પ્રાથમિક શાળા અને સ્મશાન ગૃહ તરફ જવાનો રસ્તો પણ બિસ્માર હાલતમાં છે બાળકોને સ્કૂલમાં અભ્યાસ માટે જતા ખુબજ તકલીફ પડે છે ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તપાસ કરાવશે ખરા? કે પછી જૈસે થે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here