કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે શિહોરી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી.

0
11

બનાસકાંઠા…

ડાભી પોપટ સિંહ જીવાજી એ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જે. એસ. ચૌધરી ને ફોર્મ રજુ કર્યું હતું જોકે તેમના ટેકેદાર તરીકે વિષ્ણુભા નટવરસિંહ ડાભી એ ટેકો જાહેર કર્યો હતો. આ ફોર્મ ભરવા માટે સમર્થકો સમુજી ડાભી. અજુભા ડાભી. હેમતસિહ ડાભી. હિરભા ડાભી. અમરસિંહ ડાભી. સબળસિંહ કાનસિંહ ડાભી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શિહોરી ગ્રામ પંચાયત ની ચુંટણી માં ત્રિપાંખિયો જંગ જામશે એ નક્કી માનવામાં આવે છે જોકે ડાભી શાન્તુંભા પનજી અને ઝેનુભા મફાજી ડાભી પણ ઉમેદવારી પત્રો ભરવાની તૈયારી કરી લીધી છે ત્યારે શિહોરી કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક હોવાથી રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે.જોકે ત્રણેય ઉમેદવારો મેદાનમાં છે ત્યારે મતદારોમાં ખુશી જોવા મળી રહી છે અને શિહોરી ગ્રામ પંચાયત નું મતદાન અંદાજે દસ થી બાર હજાર જેટલું મતદાન છે ત્યારે એક ઉમેદવાર ને વિજયી બનવા માટે ઓછામાં ઓછાં ચાર હજાર જેટલા મત મેળવી શકે એ ચોક્ક્સ પરિણામ જાહેર થાય તો વિજેતા જાહેર થશે ત્યારે હવે આ શિહોરી ગ્રામ પંચાયત સરપંચ ની ચૂંટણી માં આખરે કોણ બનશે સરપંચ? એ મતદારો પર આધીન હોય છે પરંતુ હવે રાત નાની અને વેશ ઝાઝા…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર…. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here