કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નવીન કોર્ટ નું ઉદઘાટન સમારોહ યોજાયો .

0
7

જીલ્લા મેજિસ્ટ્રેટ પાલનપુર વી.બી. ગોહીલ નામદાર કોર્ટ પાલનપુર ના હસ્તે કરાયું હતું ઉદઘાટન..1953 સુઘી દિયોદર કોર્ટ ની કામગીરી કરી હતી ત્યારે 1978/79 માં નવીન કોર્ટ માટે કાંકરેજ તાલુકા બાર કાઉન્સિલ ના પ્રમુખ શ્રી ઓ જે. એ.શાહ. જે. ડી. ઠક્કર.વી.જે.શાહ સહિત અન્ય ધારાશાસ્ત્રીઓ દ્વારા નવીન કોર્ટ માટે નામદાર ડીસ્ટ્રિક કોર્ટ માં લેખિત રજૂઆતો કરી હતી જેમાં ખુબજ વર્ષ સુધી કોઈ નક્કર કાર્યવાહી બાબતે નિરાશા સાંપડી હતી પરંતુ કુદરત કે ઘેર દેર હે લેકિન અંધેર નહિ તેવી આશા સાથે સતત પ્રયત્નશીલ રહીને શિહોરી બાર એસોસિયેશન ના પ્રમુખ અને ધારાશાસ્ત્રી દ્વારા પાલનપુર નામદાર કોર્ટ માં અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુર્જર ને લેખિત રજૂઆત કરી ને પોલીસ ની જમીન આપી હતી જેમાં પૂર્વ ગૃહ પ્રધાન હરિભાઈ ચૌધરી સહિત નો મહત્વનો ફાળો આપી ને શિહોરી ખાતે નવિન કોર્ટ બાબતે સુંદર કામગીરી બદલ અભિનંદન ને પાત્ર છે ત્યારે તારીખ ૧૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે સાડા દસ વાગ્યે જીલ્લા મેજિસ્ટ્રેટ વી. બી. ગોહીલ અને શિહોરી જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ એમ. વાય. સ્વામી અને કાંકરેજ તાલુકા બાર કાઉન્સિલ ના પ્રમુખ ડી.વી. દેસાઇ સહિત દિયોદર . થરાદ. ડીસા. ભાભર તાલુકાના જજો અને ધારાશાસ્ત્રી ઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિહોરી સરકારી વકીલ ભરતભાઈ કેલા અને અશ્વિન શાહ. દેવુભાઈ . એમ. સી. પરમાર. ડી કે. ડાભી. રફીક મન્સૂરી સહિત અન્ય વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો ત્યારે કોર્ટ પરિસર માં રીબીન કાપ્યું હતું અને કોર્ટ નું નિરીક્ષણ કરી ને સામૂહિક પ્રેસ કોન્ફરન્સ હોલ માં દરેક ને શુભેચ્છા પાઠવી હતી અને જીલ્લા મેજિસ્ટ્રેટ પાલનપુર બનાસકાંઠા વી.બી. ગોહીલ સાહેબ એ મીડિયા સાથે વાતચીત કરીને કોર્ટ ની કામગીરી ને બિરદાવી હતી અને સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here