કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજાઇ.

0
7

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ખાનગી આંગડિયા પેઢીના માલિકો સાથે શિહોરી પીએસઆઇ શ્રી એચ એલ જોષી ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ચોરી અને લુંટ ના બનાવો ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે શિહોરી ના આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજી ને ચર્ચા કરી હતી ત્યારે આંગડિયા પેઢીના કર્મચારીઓ તેમજ માલિકો ને સાવધાની પૂર્વક કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી અને ઓફિસો પર સીસીટીવી કેમેરા અને પેઢીના કર્મચારીઓ ના મોબાઈલ નંબર અને આઇડી પ્રૂફ અને વધુ જાણકારી આપી હતી ત્યારે સમગ્ર ગુજરાત માં જેમકે અગાઉ બગોદરા ના આંગડિયા પેઢીના નો મુદ્દામાલ ની લુંટ ચલાવી ને છેક બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના ભોયણ પાટિયા પાસે ટ્રક મૂકીને નાશી છુટેલા લુંટારૂઓ ને પોલીસે ગણતરી ના કલાકો માં જ ઝડપી પાડયા હતા ત્યારે આવા સંજોગોમાં કોઈ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે બનાવ ન બને એવા ઉમદા હેતુ થી શિહોરી આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજી ને શિહોરી પીએસઆઇ શ્રી એચ એલ જોષી સાહેબ એ સહાનીય કામગીરી કરી હતી ત્યારે શિહોરી વેપારી એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

.અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here