પાલનપુર સાઈકોલોજિસ્ટ કમરઅલી નંદોલિયા અને કાંકરેજ તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ના સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ હેઠળ કરવામાં આવ્યું ચેકીંગ.અગાઉ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ચેકીંગ દરમિયાન રૂપિયા બે હજાર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જનરલ પ્રોવિઝન સ્ટોર્સ અને પાનના ગલ્લા ના ચેકીંગ દરમિયાન રૂપિયા 1600 નો દંડ વસુલ કરી ને આઠ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે 18 વર્ષ થી નાની ઉંમર ના લોકો ને તમાકુ વેચાણ કરવું ગુન્હો બને છે અને દુકાનદારો દ્વારા આવા બોર્ડ ન લગાવેલ વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. ત્યારે અધિકૃત અને બિન અધિકૃત રીતે તમાકુ વેચાણ કરાતા વેપારીઓ ની દુકાનો પર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતાં ફફડાટ ફેલાયો હતો….
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા