કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હત્યા કરનાર આરોપી ઝડપાયો…..

0
3

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રામજી મંદિર પાસે એક આધેડ મહિલા સુશીલાબેન અને પૌત્ર ધાર્મિક ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં દીયોદર dysp પી.એસ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે થી દબોચી લીધો હતો જેનું નામ રાવળ મુકેશભાઈ કાનજી ને જેલ હવાલે કર્યો છે
ગુનાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ની પત્ની ને અગાઉ આઠ મહિના પહેલા મૃતકનો દીકરો ભગાડી ગયો હતો એ બાબતની અદાવત રાખીને ખૂન કર્યું હોવાનું કહેવાય છે ત્યારે દીયોદર dysp ચૌધરી ના માર્ગદર્શન હેઠળ શિહોરી પીએસઆઇ એ. કે. દેસાઈ ની પોલીસ ટીમ દ્વારા બંને બાજુ તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી પોતના ઘરેથી જ દબોચી લેવામાં સફળતા મળી હતી ત્યારે શિહોરી પોલીસ નો ગ્રામ લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ શ્રી વેલા ભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here