કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ………..

0
8

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી દાદુજી ઠાકોર ની અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી અશોક સોલંકી. મંત્રી શ્રી પી. સી. પરમાર. તાલુકા લીગલ સેલ પ્રમુખ શ્રી અજય મોદી. મીડિયા સેલ ના પુનાભાઈ પ્રજાપતિ. મંત્રી શ્રી પ્રકાશ પટેલ અને તાલુકા મહામંત્રી તરીકે જેઠુભા વાઘેલા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના ભેમાભાઈ દ્વારા કોરોના મહામારી માં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આવનાર 2022 ની ચુંટણીમાં ભાજપ ને જડમુળ થી ઉખાડી ફેંકી ને ગુજરાત માં આમ આદમી પાર્ટીની સરકાર નું શાસન આવશે ત્યારે ખેડૂતો માટે સિંચાઇ માટે પાણી તેમજ પશુપાલન માટે ઘાસ ચારા ની વ્યવસ્થા તેમજ ખેડૂતો ના દેવાં માફ કરવા તેમજ ગરીબો માટે અનાજ અને મકાન સહાય યોજના અંતર્ગત વિકાસ ના કામો અંગે માહીતી આપી હતી જેમાં દુદાસણ ગામની મિટીંગમાં 10 થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા અને અત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની માત્રા ખુબજ ઓછી માત્રામાં હોવાથી બનાસકાંઠા જિલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતો ને સિંચાઇ માટે સુજલામ સુફલામ્ યોજના નો લાભ આપવા માં આવે તો ખેડૂતો ને પાક માટે ફાયદો થઈ શકે જોકે 2017 માં આવેલ વિનાશક પૂર પ્રકોપ માં બનાસ નદીના પટમાં થી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ તૂટી પડી હતી અને હજુ સુધી તેનું રીપેરીંગ કામ કર્યું નથી જેથી કરીને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે અને પશુપાલન અને સિંચાઇ માટે પાણી મળી રહે તેવી સરકાર સામે માંગણી સાથે જુદા જુદા લોકહિત માટે કામગીરી કરવા સરકાર સામે આમ આદમી પાર્ટીએ પ્રહારો કર્યા હતા અને હવે આવનાર ચુંટણી બાબતે વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાય તેવી આશા સાથે વિજય વિશ્વાસ રાખીને ભેમાભાઇ ચોધરી એ હાકલ કરી હતી…

અહેવાલ ..શ્રી વેલાભાઈ પરમાર. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here