કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ નચિકેતા સંસ્કારધામમાં ગુજરાતની નામાંકિત ગાયિકા દિવ્યા ચૌધરીએ મુલાકાત લીધી હતી…..

0
170
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ભક્તિ નગરમાં વર્ષોથી વિધાર્થીઓનું શિક્ષણમાં સિંચન કરી ઊંચ ડિગ્રી પ્રાપ્ત કરાવી નામના મેળવી.માત્ર ૩૫ વિધાર્થીઓથી નચિકેતા સંસ્કાર ધામની શરૂઆત કરેલ નાના માંથી મોટું વટવૃક્ષ બની તાજેતરમાં થરા-ભાભર રોડ ઉપર નવ નિર્માણ પામેલ નચિકેતા સંસ્કાર ધામમાં વારે તહેવારે અનેક દેશ ભક્તિ તથા ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા છે.નચિકેતા સંસ્કારધામ કાંકરેજ પંથકની વૈચારિક અને સાંસ્ક્રુતિક સંસ્થા છે.જેના પવિત્ર પાલવમાં તેજોમય ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.અને એટલેજ આ સંસ્થા કલામંચ દ્વારા પ્રાચીન પરંપરા અને સાંસ્ક્રુતિક અસ્મિતા ને ઉજાગર કરે છે.કાંકરેજ પંથક માં વૈચારીક સંસ્થા નચિકેતા સંસ્કાર ધામ ખાતે ગઈ કાલ તા.૨૮/૦૫/૨૦૨૧ ને શુક્રવારના રોજ ગુજરાતની નામાંકિત ગાઈકા દિવ્યાબેન ચૌધરીએ મુલાકાત લીધી હતી.ત્યારે નચિકેતા પરિવારના બાબુભાઈ એન.ચૌધરી,નટવર પટેલ, સંજયભાઈ ચૌધરી,પૂજા એમ. ઠક્કર,હસમુખભાઈ વગેરેએ શાલ ઓઢાડી સ્વામી વિવેકાનંદની છબી આપી સન્માન કરેલ. નચિકેતા સંસ્કારધામના કામ અને કાર્યોની માહિતી મેળવી અભિનંદન આપ્યા હતા.નચિકેતા પરિવારે શુભેચ્છા મુલાકાત બદલ દિવ્યાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here